૭ હજારથી વધુ ભકતોએ દ્રઢ સેવા સમર્પણના પાઠ કર્યા
પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદીર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતગત બીએપીએસ રાજકોટ મહીલા પ્રવૃત્તિ દ્વારા તાજેતરમાં વિરાટ મહીલા સંમેલનનું આયોજન કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદીરના પ્રમુખ સ્વામી સભાગૃહમાં કવરામાં આવ્યું હતું.
સંમેલનની શરુઆત ગુજરાતના પ્રથમ મહીલા નાગરીક અંજલીબેન રૂપાણી તેમજ ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ તેમજ અન્ય ઉ૫સ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું.
વિરાટ મહીલા સંમેલનમાં સેવા તેમજ સમર્પણના સંદેશ સાથે સ્ત્રીઓના વ્યકિતગત સમાજ સામાજ જીવનને ઉર્ઘ્વગામી કઇ રીતે બનાવી શકાય તેનું અદભૂત માર્ગદર્શન સંવાદો, નૃત્યો, ડીબેટ તેમજ વીડીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
પ્રમુખ સ્વામી મહારાજના સેવા યજ્ઞને હાથથી હાથ મીલાવીને આગળ વધારીએ એ ઘ્યેય સાથે ડે. મેટર દર્શીતાબેન શાહે સૌને સેવા યજ્ઞમાં જોડાવાનું આહવાન કર્યુ. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું ૯૫ વર્ષનું સમગ્ર જીવન સમાજના દરેક વર્ગની સમાન રીતે પ્રગતિ થાય તે માટે વીતાવ્યું હતું. આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ખોડલધામના ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયા, ડો. બબીતાબેન હાપાણી તથા ટીકારાની શિવાભીકા દેવી વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. આ વિરાટ મહિલા સંમેલનમાં ૭૦૦૦ થી અધિક મહીલા ભાવિક-ભકતો ઉ૫સ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,