ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમા ગુરૂપૂર્ણિમા તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે છે કારણ કે વ્યાસજી સમગ્ર હિન્દુસમાજના સનાતન ગુરૂ છે. તેમના દ્વારા રચાયેલા પુરાણો અને મહાભારત જેવા અદ્ભુત ગ્રંથો આજે પણ માનવજાતને પ્રેરણા આપી રહ્યા છે.
જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુરૂ વિના કોઈ જ સફળતા સંભવિત નથી, તો અધ્યાત્મ જેવી ગહનવિદ્યા તો ગુરૂ વિના કેવી રીતે સંભવી શકે ? સાચા ગુરૂ તો એ, જે અજ્ઞાનના અંધકારમાંથી જીવને જ્ઞાનના પ્રકાશમાં લઇ જાય. બી.એ.પી.એસ. ના લાખો ભક્તો માટે ગુરૂદેવ પ્રમુખસ્વામી મહારાજ તથા વર્તમાન ગુરૂ મહંતસ્વામી મહારાજ એટલે સર્વેગુણો, સર્વેશાસ્ત્રો, સર્વેતીર્થો, સર્વેસંતો, સર્વે અવતારોનું મૂર્તિમાન સ્વરૂપ. ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ જે હાલ મહંતસ્વામી મહારાજ સ્વરૂપે સમગ્ર વિશ્વને સદાચારનો માર્ગ ચીંધી રહ્યા છે.
સમસ્ત ભારતવર્ષ પોતાના ગુરૂનું પૂજન કરી શુભ પ્રેરણા મેળવે એ હિન્દુધર્મની પ્રણાલિકા છે. આ પ્રણાલિકા અનુક્રમે બી.એ.પી.એસ. સંસ્થાના હજારો કેન્દ્રોની અંદર ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગતબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે પણ આ ઉત્સવધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલો.
આ વર્ષે ગુરૂપૂર્ણિમાના દિવસે સવારથી જ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ગુરૂભક્તિઅર્ધ્ય અર્પણ કરવા ભક્તો ભાવિકોનો ધસારો રહેલો. રાજકોટની આજુબાજુમાં આવેલ ગામડેથી પધારેલ હરિભક્તો માટે વિશિષ્ટમહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિરે સવારે શણગાર આરતી બાદ હરિભક્તો ગુરૂપૂજનમાં જોડાયા હતા. આરતી બાદ સવારની સભામાં પધારી ભક્તો-ભાવિકોએ ગુરૂભક્તિ અદા કરી હતી.
કાલાવડ રોડ સ્વામિનારાયણમંદિરે ગ્રહણ દરમ્યાન રાત્રી સભાનું આયોજન કરવામાં આવેલું જેમાં હજારો ભક્તો જોડાયા હતા. ગ્રહણ દરમ્યાન યોજાયેલ રાત્રી સભામાં પૂજ્ય સંતોની હાજરીમાં વિશિષ્ટ સભા યોજાયેલી જેમાં કથા, કીર્તન, વિડીયો, અંતાક્ષરી અને હાસ્યરસ જેવા કાર્યક્રમો યોજાયા હતા.