બીએપીએસ સ્વામીનારાયણ મંદીર કાલાવડ રોડ ખાતે શાકોત્સવ ઉજવાયો હતો. દર વર્ષેની જેમ આ વર્ષ પણ ભારતીય વૈદીક પરંપરા પ્રમાણે ભગવાન કારતકી એકાદશીના વિવિધ પ્રકારના શાકનો અન્નકોટ વર્ષોથી રાજકોટ કાલાવડ મંદીરે ભગવાન સમક્ષ ધરાવવામાં આવે છે. વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજએ આ શાકનો અન્નકુટ રાજકોટના આંગણે કરેલ છે અને ભગવાન વિવિધ પ્રકારના શાક ધરાવ્યા પછી આ પ્રસાદીરુપ તમામ હરીભકતોને જેમ કે આપણી વૈદીક પરંપરા પ્રમાણે ચાર્તુમાસ દરમીયાન રીંગણા, મૂળા આ બધી વસ્તુ સાડા ચાર મહીના જમતા નથી હોતા. હવે ભગવાનને પ્રસાદ ધરાવ્યા પછી ભગવાન બધુ જ શાક અંગીકાર કરે અને એ જ પ્રસાદીનું શાક તમામ ભકતો પોતાના ઘરે લઇ જઇ જમવાની શરુઆત કરે છે. હવે પછીના સમયમાં ઊંધીયું અને બીજી વસ્તુમાં બધા શાકભાજીનો ઉ૫યોગ થતો હોય છે.
અંદાજીત શિયાળામાં આવતા તમામ શાકભાજીન ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાનનું શાક હાર્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં હરિકૃષ્ણ મહારાજ તમામ ભગતોનો શાક વહેચે છે. અને ભગવાનનના હસ્તે શાક વહેચવું એ અલગ પ્રકારનો લ્હાવો છે. અને હાલ મહંત સ્વામી મહારાજ ગાદી સ્થાને છે અને એમણે પણ ગયા વર્ષે આ જ અન્નકુટ રાજકોટને આંગણે ઉજવેલો હતો. અને ગઇકાલે શાક હાટડી પ્રસંગે નાળીયેરનું કાછલુ રાખી તેમાં દીવેટ મુકી ભગવાન સમક્ષ આરતી ઉતરાવવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ભકતોએ આરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો તેમજ બીએપીએસ સ્વામીનારાયણ મંદીરના કાર્યકર ઉમેશ ભટ્ટએ. જણાવ્યું હતું.