પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે
સાત દિવસ ચાલનાર પ્રમુખ પ્રતિભા પર્વમાં રાજકોટની ૧૫૦થી અધિક સ્કુલોને ૩૦૦૦ થી અધિક વિઘાર્થીઓ ભાગ લેશે.
પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મ જયંતિ મહોત્સવ ઉપક્રમે પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીર દ્વારા પ્રમુખ પ્રતિભા પર્વનું આયોજન સાત દિવસ સુધી કરવામાં આવેલ છે. આ પ્રમુખ પ્રતિભા પર્વ અંતર્ગત વિવિધ સ્પધાઓ જેવી કી ચિત્ર સ્પર્ધા, નિંબધલેખન, પ્રશ્ર્નોત્તરી, એકપાત્રીત અભિયાન, સમુહગાન, વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સતત સાત દિવસ ચાલનાર આ પ્રમુખ પ્રતિભા પર્વમાં રાજકોટનાી ૧પ૦ થી વધુ શાળાઓના ૩૦૦૦ થી અધિક વિઘાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં જોડાશે.
આ પ્રમુખ પ્રતિભા પર્વને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં ધ્રુવ ગ્રુપમા ધો. પ થી ૭ ના વિઘાર્થીઓ, પ્રહલાદ ગ્રુપમાં ધો. ૮ થી ૧૦ વિઘાર્થીઓ તેમજ નચિકેતા ગ્રુપમાં ધો. ૧૧ અને ૧ર ના વિઘાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રમુખ પ્રતિભા પર્વના પ્રથમ દિવસે ચિત્ર સ્પર્ધા, નિબંધલેખન સ્પર્ધા અને પ્રશ્ર્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવી હતી. પ્રત્યેક સ્પર્ધામાં બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીરના સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામી દ્વારા વિઘાર્થીઓએ વ્યસનમુકિત, પ્રામાણિકતા અન ચારીત્ર્ય જેવા મૂલ્યનિષ્ઠાના પાઠો ચરિતાર્થ કરાયા હતા.
આમ, પ્રમુખ પ્રતિભા પર્વના ફળશ્રુતિ રુપ પ્રથમ દિવસે ૧પ૦૦ થી અધિક વિઘાર્થીઓએ યુવવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા અન નૈતિકતાના પાઠો શીખીને જીવનને સફળ અને ઉજજવળ બનાવવાની પ્રેરણા મેળવી હતી. આજે વકતૃત્વ સ્પર્ધામાં વિઘાર્થીઓ પોતાનું કૌશલ્ય રજુ કરશે. આમ, આવનારા ચાર દિવસ સુધી વિઘાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.
તા. ૨૯-૯ ના રોજ સત્કાર સમારંભ યોજવામાં આવશે જેમાં વિજેતા થયેલા વિઘાર્થીઓને ઇનામ આપી બીરદાવવામાં આવશે.