- સતીશે આ શ્વાનને ખરીદવા પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા
- આ વુલ્ફડોગ છે જે વરુ અને કોકેશિયન શેફર્ડ વચ્ચેના ક્રોસમાંથી જન્મે છે
- આ દુર્લભ પ્રજાતિનો જન્મ અમેરિકામાં થયો હતો
અબોલ જીવો માટે પ્રેમ હોવો તે જરૂરી છે. પરંતુ ઘણા લોકો એવા પ્રાણી પ્રેમ હોય છે કે આપણે નવાઇ પામીએ.. પ્રાણીઓને સાચવવા તથા અજીબો ગરીબ પ્રાણીઓને પાળવાનો શોખ ધરાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો બેંગ્લુરુમાંથી.. આલિશાન ફ્લેટ કે બંગલો ખરીદી શકીએ એટલી મસમોટી કિંમતમાં બેંગ્લુરુના બ્રિ઼ડર એસ સતિષે દુનિયાનો સૌથી મોટો મોંઘો શ્વાન ખરીદ્યો.
બેંગલુરુના પ્રખ્યાત ડોગ બ્રીડર અને ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ એસ સતીશે તાજેતરમાં 50 કરોડ રૂપિયામાં એક દુર્લભ વુલ્ફ ડોગ ખરીદ્યો છે. જેને વિશ્વનો સૌથી મોંઘો શ્વાન માનવામાં આવે છે.
50 કરોડ રૂપિયામાં કૂતરો ખરીદ્યો
સતીષે આ કૂતરો ખરીદવા પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા કારણ કે તે કૂતરાઓનો શોખીન છે અને ભારતમાં અનોખા કૂતરા રજૂ કરવા માંગે છે. તેણે કહ્યું, મેં આ ગલુડિયાને ખરીદવા માટે 50 કરોડ રૂપિયા ખર્ચ્યા કારણ કે હું કૂતરાઓનો શોખીન છું અને મને ભારતમાં અનોખા કૂતરા લાવવાનું પસંદ છે. સતીશ પાસે સાત એકરનું ખેતર છે, જ્યાં દરેક કૂતરા પાસે 20 ફૂટ બાય 20 ફૂટનો ઓરડો છે. આ તમામ કૂતરાઓની સંભાળ રાખવા માટે છ લોકોની નિમણૂક કરવામાં આવી છે. સતીશના કહેવા પ્રમાણે, તેના માટે ચાલવા અને દોડવા માટે પૂરતી જગ્યા છે. તેની સંભાળ રાખવા માટે છ લોકો છે જે દિવસ-રાત તેની સાથે રહે છે.
કોણ છે એસ સતીશ
એસ સતીશ બેંગલુરુનો રહેવાસી છે અને પ્રખ્યાત શ્વાન બ્રીડર છે. તેની પાસે પહેલેથી જ વિવિધ જાતિના 150થી વધુ કૂતરાઓ છે. તેઓ ભારતીય ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ પણ છે. સતીશને દુર્લભ અને અનોખા કૂતરાઓનું પાળવાનો શોખ છે, જેને તે વિવિધ ડોગ શોમાં લઈ જાય છે અને લોકો સમક્ષ રજૂ કરે છે.
યૂઝર્સ થયા આશ્ચર્યચકિત
50 કરોડની કિંમતના કૂતરાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું…ભાઈ, મારે બસ એટલું અમીર બનવું છે. અન્ય યુઝરે લખ્યું…50 કરોડમાંથી અમુક રકમ કૂતરાને પણ આપી હોત. તો બીજા યુઝરે લખ્યું…કદાચ આ કૂતરો કોઈ દિવસ ભાઈને ખાય ન જાય. કૂતરાને લઈને યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જેના પર યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો અમને 50 કરોડ આપવામાં આવ્યા હોત તો અમે કૂતરાથી સારી વફાદારી દેખાડત.
વુલ્ફડોગ વિશેષતા
વુલ્ફડોગ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. આ વરુ જેવા કૂતરાની આંખો આછા વાદળી કે પીળા રંગની હોય છે. તેનું શરીર મજબૂત અને પાતળું છે. જેના કારણે તે લાંબા અંતર સુધી દોડી શકે છે. તેના વાળ જાડા હોય છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. માનવીય લાગણીઓને સરળતાથી સમજો.