સામાન્ય રીતે વાઘ જંગલમાં અથવા ઝુમાં જોવા મળતા હોય છે પરંતુ એક વાઘ મહાશયે પેરીસના રસ્તાઓની ખુશનુમાં સફર લીધી હતી. વાઘના ડરથી રસ્તાઓ બંધ થઇ ચુક્યા હતા. આ વાઘ સર્કસનો હતો, ખુલ્લા ફરતા વાઘનો ભય દુર કરવા તેને બંધૂકની ગોળીથી મારી નખાયો હતો. જ્યારે ટી.વી. અને સોશિયલ મિડિયા પર આ વાધના સમાચાર ફેલાયા ત્યારે તેના માલિકને ખબર પડી કે તેનો વાઘભ ૨૦૦ કિ.મી.ની સફર કરીને ફ્રેન્ચની રાજધાની પાસે પહોંચી ગયો હતો. જ્યારે તેનો માલિક ૨૦૦ કિ.મી. દુર તેના વાઘ પાસે પહોચ્યો ત્યાર સુધીમાં તેને મારી નખાયો હતો.
આ વાઘ બોર્માન મોરીનો સર્કસનો હતો જે પોતાના શો પુરા થયા બાદ સ્થળાંતર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. તે વાઘ ૩ ડિસેમ્બરે લોકોને મનોરંજન પુરુ પાડવાનો હતો. ઘટના બાદ તેના માલિકને પોલીસ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે કોઇ પણ વ્યક્તિને ઇજા પહોંચી ન હતી. આ મામલે ઇકોલોજી મિનિસ્ટર નિકોલાસ હુલોતે જાનવરોને સકર્સમાં રાખવા પર પ્રતિબંધ લાદવાનો મુદ્દો ઉપાડ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે જાનવરોને સર્કસના અત્યાચારથી મુક્ત કરવા જલ્દી નિર્ણયો લેવાશે. વાઘની ડેડબોડીને હાલ શવપરિક્ષણ માટે ક્લિનિક લઇ જવાયો છે