ધો. ૧થી ૮ ના પ૦ બાળકોએ ભાગ લીધો
તા. ૯ જાન્યુ. ૨૦૧૯ ને બુધવારના રોજ બાલાચડી પ્રા.શાળામાં કેળવણીની કેડી પ્રોજેકટ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું . જેમાં ધો. ૧ થી ૮ ના પ૦ બાળકોએ ભાગ લીધો. શાળાના આચાર્ય છત્રાળા મુકેશકુમાર તથા તેમની ટીમ મકવાણા દીપાલીબેન, ગોધાવિયા મુસ્તાક, અમરેલિયા રફીકભાઇ, જરુ હિતેશભાઇ અને ઝાંટિયા ભરતકુમાર ના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ને પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવી ભાગ લીધો હતો.
બાળકો દ્વારા નીચે મુજબની વાનગી બનાવવામાં આવી હતી. જેમાં સ્વીટમાં અડદીયા, મીઠી સેવ, સુખડી, ગુલાબજાંબુ, ખીર, હલવો, પેંડા, ટોપરાપાક, માંડવી પાક, મમરાના લાડુ તેમ જ નમકીનમાં ભુંગરા બટેટા, રોટલી, રોટલા, શાક, થવા બટાટા, મેગી, નુડલ, વધારેલો રોટલો, કઢી બટેટા, ચીપ્સ, સમોસા, ધુધરા,આલુ પરોઠા, ઢોકળા, ચણાભાત, બિરીયાની, પનીર ભુરજી, સુકીભાજી, દાળભાત જેવી અનેક પ્રકારે વાનગી બનાવી બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી.
શાળાના તમામ શિક્ષકોએ તમામ બાળકોની વાનગીઓ ટેસ્ટ કરી હતી. ગામલોકો પણ આ સ્પર્ધામાં જોડાયા અને બાળકોની વાનગી ટેસ્ટ કરી હતી. અંતે સારી અને સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવનાર ૧૦ બાળકોને પ્રોત્સાહીત ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા. અને અંતે તમામ વાનગી શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ સાથે મળી ભોજન કર્યુ હતું.