દિલ્હીવાળી થવાની રાહ જોવાય છે?

તમાકુ, બીડી, સીગારેટના બંધાણીઓ સરકાર સામે બળાપો ઠાલવી રહ્યા છે

રાજયમાં તમાકુ ઉત્૫ાદનોના વેચાણ પર પ્રતિબંધને લીધે લાખો લોકોમાં રોષ પ્રવર્તે છે. ત્યારે સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. અગાઉ દિલ્હી જેવું થયું હતું તેવું ન થાય તે માટે રાજય સરકારે યોગ્ય નિર્ણય કરવો જોઇએ તેવી લોકોની લાગણી પ્રવર્તે છે. ભૂતકાળમાં દિલ્હીમાં ભાજપની સરકાર હતી અને મુખ્યમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજ હતા ત્યારે સમગ્ર દિલ્હીમાં ડુંગળીના ભાવો સાતમા આસમાને પહોચ્યા હતા. ધનિક જુજ ઓછા લોકોએ સરકારની મીઠી નજર તળે ડુંગળીનો બફર સ્ટોક કરતા આમ જનતાની કસ્તુરી ગણાતી ડુંગળી બપોર અને સાંજના ભોજન તેમજ નાસ્તામાંથી અદ્રશ્ય થઇ ગઇ હતી. લોકોને ડુંગળીના બદલે નાસ્તા વાળા સફરજન કોબીનું સલાડ આપતા આથી સફરજન કરતા પણ ડુઁગળી મોંધી બની હતી. સરકારનું આ સગ્રહખોરોની માહીતી હતી પણ કોઇ કારણોસર તેની બિરુઘ્ધ પગલા ભરી શકી ન હતી જેના કારણે સરકાર સામે લોકોમાં રોષ ભભૂકયો હતો.

દરેક શહેરમાં વેપારી અને સ્ટોકીસ્ટ અને સંગ્રહ જયારે મર્યાદા હોય છે. જયારે તેના વપરાશકારો લાખોની સંખ્યામાં હોય છે. દિલ્હીમાં પણ સંગ્રહખોરોની સંખ્યા સામે તેના વપરાશ કરનાર વર્ગ લાખોની સંખ્યામાં હતો. જેની સરકારે અવગણના કરી અને ત્યારબાદ ત્યાં જયારે ચુંટણી આવી ત્યારે લોકોએ ભાજપને કારમી પછડાટ આપી અને કોંગ્રેસની સરકારને ચુઁટી કાઢી હતી.

ભાજપને ડુંગળીએ રાતા પાણીએ રડાવ્યા હતા ડુંગળી સુધારનાર અને ખાનાર સાથે ભાજપ નેતાઓ, સરકાર અને પક્ષને રોવડાવશે અને સત્તા સ્થાનેથી દૂર કર્યા હતા. આવી જ પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થઇ રહ્યું છે.ખેત પેદાશ ગણાતી તમાકુ જહાં સોપારી, ચુનો બીડી સીગારેટ જેના ઉત્પાદન અને વેચાણ કે સેવન પરશ પ્રતિબંધ નથી પણ હાલ કોરોનાની મહામારીના કારણે આ કૃષિ ઉત્પાદન તમાકુ જેવી ચીજવસ્તુના વેચાણ પર લોકડાઉન જાહેર થયું ત્યારે લોકડાઉન તા. રર-૩

જાહેર થયું ત્યારે વેચાણ પર પ્રતિબંધ છે. આમ છતાં તંત્રની મીઠી નજર તળે રાત દિવસ આ હાલ વેચાણ પ્રતિબંધીત વસ્તુનું નાના મોટા ડીલર્સ, વિકક્રતા, વેપારીઓ ઉંચા અલ્કનીય ભાવોથી વેચાણ કરી રહ્યા છે. સામાન્ય લોકો  શ્રમિકોને તેના ભાવ પરવડતા નથી જેથી ખરીદી કરી શકતા નથી સેવન કરી શકતા નથી. જુનુ વ્યસન હોવાથી આવા વ્યસની લોકોને શારિરીક માઠી અસર પડી રહી છે. જેમ કે બેચેની ગેસ અપચો સુસ્તી પેટ સાફ ન આવવું વગેરે કારણો લોકો બિમાર પડે તેવી શકયતાઓ છે.

તમામ જીવનજરૂરી ચીજ વસ્તુ શહેરમાં વેચાય છે. અને લોકો સોશિયલ ની ડિસ્ટન્સ જાળવી દુકાનેથી ખરીદી કરી રહ્યા છે. તો આ કૃષિ ઉત્૫ાદનને કેમ વેચાણ કરવા દેવાતું નથી. તેવું લાખો વ્યસનીઓ જણાવી રહ્યા છે. અને સરકાર સામે પોતાનો બળાપો કાઢી રહ્યા છે.

તમાકુ વિતરકો પણ દરેક શહેરમાં માત્ર થોડી માત્રામાં હોય છે પણ સેવન કરતા લોકો મોટી સંખ્યામાં હોય છે સરકાર આ અંગે નહિ જાગે તો કદાચ દિલ્હી જેવું ગુજરાતમાં પણ આવતી ચુંટણીમાં બની શકે તેમ છે થોડા વિક્રેતાને ઘ્યાને રાખીને સાચવવા કરતા લાખો લોકો જે સેવન કરે છે. તેનું ઘ્યાન રાખી નિર્ણય કરવો જોઇએ.

  • જામજોધપૂરમાં તમાકુની બેફામ કાળાબજારી: તંત્ર મૂક પ્રેક્ષક

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી ફેલાય ચૂકી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે વ્યસનીયો બેફામ લૂંટાઈ રહ્યા છે. અને તેનો ફાયદો અમુક વેપારીઓ ઉઠાવી રહ્યા છે.

જામજોધપૂર શહેરમાં બેફામ તમાકુનું કાળાબજાર ચાલી રહ્યું છે. તંત્રની પણ મીલી ભગત હોય તેમ સુત્રોમાં ચર્ચાય રહ્યું છે. કાળાબજારીયા ખુલ્લેઆમ તમાકુ વહેચી રહ્યા છે. કોઈ પણ જાતની રોકટોક વગર પ્રજાને બેફામ લૂટી રહ્યા છે કાળાબજારીયોને રોકવા પોલીસ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પોલીસ તંત્ર મુક પ્રેક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે. તંત્રનું મૌન લોકોને અનેક વેધક સવાલો કરવા મજબૂર કરી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે કયારે તંત્ર દ્વારા તમાકુના માફીયાઓને અટકાવાશે ?

  • રાજુલામાં મોટાગજાના બે શખ્સો દ્વારા તમાકુનું વેચાણ

રાજુલામાં લોકડાઉનનો લાભ લેતા તમાકુના કાળાબજારીયો બેફામ વેચાણ કરી રહ્યા છે આ વેપારમાં છ ગણા ભાવની લાલચે રાજુલાના મોટાગજાના લોકો પણ આ ધંધામાં ડાઢ ગળી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજુલાના અગરીયા રોડની વાડીમાં તેમજ જાફરાબાદ રોડ પર મોટાગજાના લોકો દ્વારા મોટાપાયે તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. તમાકુ વેચનાર બંને શખ્સ રાજકીય લાગવગને કારણે નિસફીકર વેચાણ કરી રહ્યા છે. તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે.

સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ જો તપાસ થાય તો નામાંકિત વ્યકિતઓનાં નામ ખૂલી શકે છે. તેવી લોકોમાં ચર્ચા છે. લોકડાઉન સમયમાં તમાકુ પર પ્રતિબંધ આવતા વ્યસનીઓ આકરા પાતાળ એક કરી રહ્યા છે. અને કાળાબજારીયાઓનાં શિકાર બની રહ્યા છે. ત્યારે આવી હકિકતનો પર્દાફાશ થવો જરૂ રી છે તેવી લોક માંગ ઉઠી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.