જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રથમવાર અમલમાં આવનાર વીવીપેટ મશીન અંગે સમજણ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે પણ તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કલેકટર કચેરી ખાતે મતદારોને મતદાન કરવા માટેનું સુચન કરતા બેનરો લગાડવામાં આવ્યા છે. વહિવટી કામ માટે આવતા અરજદારોને મતદાન કરવાનો સંદેશો મળે તે હેતુથી આ બેનરો કચેરીમાં ગોઠવવામાં આવ્યા છે.
કલેકટર કચેરીમાં મતદાન કરવાનો સંદેશો આપતા બેનરો લગાવાયા
Previous Articleરાજકોટમાં પ્રદુષણનું પ્રમાણ વધુ, પણ જોખમકારક નથી
Next Article ચિન્ટુને વડવાઓની યાદ આવી