અચકન, અંગરખા, હેન્ડવર્ક જોધપુરી, ઈન્ડો વેસ્ટર્ન શેરવાની, રજવાડી પરંપરાગત પોશાક નું વિશાળ કલેકશન

ભારતના દરેક પ્રાંતમાં વિવિધ પરંપરાગત સંસ્કૃતિ તેમજ રિતી રિવાજ હોય છે. આ રીતિ રીવાજો પ્રાચીન યુગથી ચાલ્યા આવે છે.ભારતનો દરેક પ્રાંત તેના પહેરવેશથી સારી રીતે ઓળખાય છે. આજે દરેક સ્તર પર ભારત તેની પરંપરાગત સાંસ્કૃતિ પોષાકને કારણે ખ્યાતી મેળવી છે. ટ્રેડીશનલ કલ્ચર આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ મોટી ખ્યાતી મેળવી છે.

2 8

ટ્રેડીશનલ કલ્ચર એટલે પરંપરાગત સંસ્કૃતિ જેણે આપણા પહેરવેશ પોષાકને આજે અમર બનાવ્યા છે. રાજસ્થાનના રજવાડી પોષાક હાલ લગ્ન પ્રસંગોમાં ભવ્યતા વધારે છે. લગ્નના શુભ કાર્યમાં માન અને માભા વધારે છે ત્યારે જે વરવધુ આ રજવાડી પોષાક પહેરે છે. તે પોતાને રજવાડા જેવા લગ્ન કરી રહ્યા છે. તેવું અનુભવે છે.

3 8

લગ્ન પ્રસંગોમાં અત્યારે અચકન, અંગરખા, હેન્ડવર્ક જોધપૂરી, ઈન્ડોવેસ્ટર્ન, શેરવાની, મોજડી, પાઘડી, સાફા તેમજ બહેનો માટે રજવાડી પોષાક, ચણીયા ચોલી, મારવાડા, જવેલરી ટીકા, બાજૂ બંધ, ગણના અઠા, બોર, જેવી વિવિધ પગથી લટ માથા સુધીની દરેક વસ્તુઓ પહેરવામાં આવે છે. ત્યારે આ બધી જ વસ્તુ એક જ જગ્યા પર મળી રહે તે હેતુથી બન્ના એન્ડ બાઈસા હમારી સંસ્કૃતિ હમારી પરંપરા ધ પરફેકટ રાજપૂતાના કલેકશન અમદાવાદ ખાતે જોવા મળે છે.

6 8

અહી દરેક ટ્રેડીશનલ પહેરવેશની ડિઝાઈન બન્ના એન્ડબાઈસાના ઓનર દ્વારા જાતે કરવામાં આવે છે. આ ડિઝાઈનની સાથે એકદમ જીણી બારીકી વાળુ વર્ક પણ કકરીને આપવામાં આવે છે. જેમાં આપણા વીરાસત પશુ હોય કે આપણા દેશના મહાપુરૂષોનું વર્ક કરીને આપે છે. આજે દરેક લગ્ન પ્રસંગમાં રજવાડી પોષાક પહેરવું લોકોને ખૂબ ગમતુ હોય છે. ત્યારે કઈ રીતે તેમાં દર વખતે અલગ અલગ વેરાઈટી લય આવી તેનું પણ બન્ના એન્ડ બાઈસામાં ખ્યાલ રાખવામાં આવે છે. ગ્રાહકોને કઈ વસ્તુ લેવી તે સમજાય નય એટલી વિવિધક વેરાયટી અને ડિઝાઈનવાળી રજવાડી પોષાક બનાવામાં આવે છે. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણા સંસ્કૃતિક પોષાકને પહોચાડયા છે. વિદેશથીપણ લોકો અહી ખરીદી કરવા આવે છે. અને પોતાની મનગમતી ભારતીય પરંપરાગત સંસ્કૃતિના પોષાક લઈને પહેરે છે.

7 3

‘ગાંધી સ્મીતી સિંહ એવોર્ડથી સન્માનીત સંકલ્પ ફોર ખશદી ગુજરાત રાજય દ્વારા ભરતસિંહ વાઘેલા બન્ના એન્ડ બાઈસાના ઓનર એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, રાજા મહારાજાના જે પહેરવેશ હતા અચકન, અંગરખા જે તેને ઘણા ખરા મૂવીમાં પણ જોયા હતા તો લોકોને ખબર છે કે આ રજવાડી પોષાકની મહત્વતા ખૂબ હોય છે. તેમજ રાજપૂત સમાજમાં તો વર્ષોથી આ પરંપરાગત સંસ્કૃતિ ને અનૂરવામાં આવે છે. હાલમાં પણ લગ્ન પ્રસંગમાં અમારા સમાજમાં ટ્રેડીશ્નલ પહેરવેશ પહેરવાનો રીવાજ છે. મારી પાસે અત્યારે સમગ્ર ગુજરાતના તો ખરા પણ એમ.પી. યુ.પી. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રેડિશનલ પોષાક લેવા વાળા મારા ગ્રાહકો છે. હવે દરેક સમાજ આ સંસ્કૃતિ ને અપનાવી છે. તેમજ આ પહેરવેશને ખૂબ પસંદ કરે છે. પહેરવાનું વરરાજા એટલે વરને રાજા જેવું ઠાઠ મળે અને પોતે રાજા જેવું અનૂભવે છે. અહીની દરેક વેરાઈટી જેવી કે જોધપૂરી, અચકન, ઈન્ડોવેર્સ્ટ, શેરવાની આ બધી જ હું જાતે ડિઝાઈન કરીને અમારા ગ્રાહકોને આપૂ છૂં જે તેમને ખૂબ ગમે છે. હાલ બોલીવૂડમાં પણ ટ્રેડીશનલ આઉટફીટનો ડ્રેન્ડ મૂવીમાં ચાલ્યું છે. તો લોકોને અહી મળી રહે છે. સાથે તેમની મનપસંદ ડિઝાઈનની વેરાયટી વાળી વસ્તુ પણ મળી રહે છે.

8 2

ટ્રેડિશનલ પહેરવેશમાં અમૂક વસ્તુની ઘણાપરા લોકોને ખ્યાલ નહતો કે અચકન, અંગરખૂ કોને કહેવાય તો તેનો આપણે લોકો સુધી ખ્યાલ પહોચાડયો તેમને એના વિષે વધુ સમજણ કરાવી તેથી અન્ય સમાજના લોકો પણ આ વસ્તુ પહેરી અને ભવ્યતા અનુભવે આ સાથે સાંસ્કૃતિ પહેરવેશમાં જીણી બારીકી વાળુ વર્ક કરૂ છું હાથીની ડિઝાઈન મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ આ મહાનૂભાવોની ડિઝાઈન વર્ક જોધપૂરીની અંદર કરી છે. આ પોષાક પહેરવા વાળાનો સમે પ્રતિસાદ ખૂબ સારો મળે છે. તમારી અંદરનો ટેલેન્ડ તમને કયાંકને કયાંક આગળ લય જાય છે. તો તમારે પરિસ્થિતિને અનૂસરી તમારા અંદરની થીમના ટેલેન્ટને હંમેશા પ્રોત્સાહીત રાખવી આજે હું પોતે ખેડુતનો દિકરો છું છતા મારી જાતે બધા કોચ્યુમ ડિઝાઈન કરૂ છું ગ્રાહકોને અહી વિવિધ વેરાયટી સાથે તેમના ભાવ વાળી વસ્તુ અહી ખૂબજ સારી કારીગીરીવાળી મળી રહેશે. ગ્રાહકોને તેમના મનપસંદ ટ્રેડિશનલ પહેરવેશ તેમના બજેટ પ્રમાણે મળશે. આવનારા દિવસોમાં અમે હજુ નવુ લઈને આવશું

મીનાબા વાઘેલા અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, બન્ના એન્ડ બાઈસા આ મારી માટે મારા જીવનનૂ અમૂલ્ય ભેટ છે. જે મારા ઘરનાં સપોર્ટ અને મારા પરિવાર થકી આ મળી છે. અહી જે લગ્ન પ્રસંગની ખરીદી કરવા આવતા બહેનો છે. તેને પહેલા અમે પૌષાક તેની સાથે જવેલરી જે રાજપૂતી હોય છે. જેમાં બોર, મેરી, ટીકા, નથ, ગળાના આઢ જે સુહાગનું પ્રતિક છે. તેમજ પગની પૂચ્છળી જવેલરીની દરેક આઈટમ મળશે આ બધુ આપણા કલ્ચરનું હેન્ડવર્ક સાથે આપણે ગ્રાહકોને આપીએ છીએ. પૌષાક સાથે જવેલરીમાં નથ, બોર, ટિકા, ગળાના આઢ તેમજ બાજૂબંધ,ચૂડો હાથમાં પહેરવાની પોચી પગની મોજડી આ તમામ વસ્તુ પહેરવામાં આવે છે. દુકાને વહેલા આવી જવા માટે હુ ઘર કામ જલ્દી પૂરૂ કરી અને મારી ઘરની જવાબદારી પૂરી થયા બાદ દુકાને આવી અને અહી જેટલી વસ્તુઓ છે તેમાં રૂચી સાથે કામ કરૂ છું મને ડિઝાઈનમાં ખાસી ખબર નહતી પણ મારા લગ્ન પહેલા હું મારા ગામ ખાતે શ્રુજન સંસ્થામાં પહેલા ભરતકામ ખીને પછી ત્યાં પણ મે કામ કર્યું અને ત્યારબાદ જયારે બન્ના એન્ડ બાઈસા શરૂ થયું તો મારા પતીએ મને આમા આગળ વધવા ખૂબ પ્રોત્સાહન આપ્યું સમાજમાં દરેક દિકરીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન તેમના પરિવાર અને ઘર દ્વારા આપવામાં આવે તો દિકરીઓને તેમની સ્વતંત્રતાને સાચવી અને પોતાને જ ક્ષેત્રે આગળ વધવું હોય તેમા તે સફળતા મેળવી શકે છે. આવનારા દિવસોમા અમે હજી નવુ ગ્રાહકો માટે લઈને આવશું અને તેમના લગ્ન પ્રસંગોને ભવ્યથી ભવ્ય બનાવશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.