નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી રિઝર્વ બેંકે જારી કર્યો આદેશ
આગામી 31મી માર્ચે રવિવાર હોવા છતાં તમામ બેંકો પબ્લિક માટે ચાલુ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાને લઈને આ નિર્ણય લઈ આદેશ જારી કર્યો છે.
આરબીઆઈએ કહ્યું કે, 31 માર્ચે નાણાકીય વર્ષની એન્યુઅલ ક્લોઝિંગ છે. એટલા માટે તમામ બેંક ખુલ્લી રહેશે. તમામ બેંકોને મોકલાયેલા નિર્દેશમાં કહેવાયું છે કે, નાણાકીય વર્ષ એક પૂર્ણ થવા સુધીના ટ્રાન્જેક્શન તે વર્ષે દાખલ થવા જોઈએ, એટલા માટે તમામ બેંકોને કામ કરવા માટે કહેવાયું છે. તમામ બેંક 31 માર્ચ, રવિવારે પોતાના નિયમિત સમયથી ખુલશે અને બંધ થશે. શનિવારે પણ તમામ બેંક ખુલ્લી રહેશે. જોકે, સ્ટોક માર્કેટ બંધ રહેશે.’
આવકવેરા વિભાગની કચેરીઓ પણ 29, 30 અને 31મીએ રજા હોવા છતાં ચાલુ રહેશે
આ પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાની તમામ ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. વિભાગે ગુડ ફ્રાઈડેની રજા સહિત તમામ શનિવાર અને રવિવારની રજા પણ કેન્સલ કરી દીધી હતી. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગુડ ફ્રાઈડેને લઈને આ મહિને પડનારા લોન્ગ વીકેન્ડને કેન્સલ કરી દેવાયો હતો. ગુડ ફ્રાઈડે 29 માર્ચે છે. 30 માર્ચે શનિવાર અને 31 માર્ચે ફરી રવિવાર છે. એટલા માટે 3 દિવસની લાંબી રજા પડી રહી હતી. તેનાથી નાણાકીય વર્ષના અંતમાં વિભાગના અનેક કામ અટકતા હતાા. 31 માર્ચે નાણાકીય વર્ષ 2023-24 પૂર્ણ થવાનું છે. તેના કારણે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, ’દેશભરની ઈન્કમ ટેક્સ ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે.’