આઇસીઆઇસીઆઇ, અને એકિસસ સહિત ૭ બેંકોની ફેક એપ દ્વારા
ગ્રાહકોના એકાઉન્ટ અને ક્રેડીટ કાર્ડની વિગતો ચોરાઇ
સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ દ્વારા અવાર – નવાર ડેટા ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે હવે, બેંકોની ફેક એપ્લીકેશન દ્વારા લાખો લોકોના ડેટા ચોરી થયા હોવાની આશંકા એક રીપોર્ટમાં સેવાઇ છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, આઇસીઆઇસીઆઇ, એકિસસ બેંક અને સીટી બેંક સહીત ઘણી બેંકોની ફેક એપ્લીકેશનનો દ્વારા ગ્રાહકોની ખાનગી વિગતો ચોરી થયાની વિગતો સામે આવી છે.
આઇટી સિકયોરીટી ફર્મ સોફોસ લેબ્સના એક રીપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, મોટા ભાગની બેંકોની ફેક એપ્લીકેશનો ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. અને આ નકલી એપ્લીકેશનો અસલી જેવી જ લાગતી હોવાથી ગ્રાહકો ધાપ ખાઇ જાય છે અને ડેટા ચોરીનો ભોગ બને છે.
નકલી એપ બનાવનારે લાખો ગ્રાહકોના બેંક ખાતાઓ અને ક્રેડીટ કાર્ડની માહીતી મેળવી લીધી છે. જો કે, આ અંગે આઇસીઆઇસીઆઇ, અકિસસ, અન એસબીઆઇનું કહેવું છે કે તેમને આ પ્રકારની ફેક એપ્લીકેશનો વિશે કોઇ માહીતી નથી. જયારે ઘણી બેંકોએ આ અંગે નેશનલ નોડલ એજન્સી સીઆઇસીને જાણ કરી તપાસ શરુ કરી દીધી છે.
સોફોસ લેબના રિપોર્ટમાં કહેવાયું છે કે, ફેક એપ્લીકેશન બનાવનારે એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, એકિસસ, સીટી બેંક, ઇન્ડીયન ઓવરસીઝ બેંક, બીઓબી તેમજ યશ બેંક સહીત સાત બેંકોને નિશાને તાંકી છે જો કે બેંકોનું કહેવું છે કે આ ફેક એપ્લીકેશનોથી હજુ કોઇ નુકશાન થયું નથી. પરંતુ આ અંગે તપાસ શરુ કરી દેવાઇ છે અને ગુગલ પ્લે સ્ટોરપરથી આ ફેક એપ્લીકેશનો હટાવવાની સુચનો કરાયા છે.