સરકાર મારાથી શું ડરે છે કે સરકારે મારી સામે ગંભીર 307 ની કલમ સાથે ખોટી ફરિયાદ કરાવવી પડી છે. પણ સરકાર સાંભળી લે, મારી સામે હજારો ખોટી ફરિયાદો થશે પણ હું ડરવાનો નથી, મને ખોટી રીતે જેટલો હેરાન કરશે એટલો જ હું જોશથી બહાર આવીશ. તેમ આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જ જોડાયેલ પ્રવીણ રામે જૂનાગઢ ખાતે યોજાયેલ જન સંવેદનના સમારોહમાં જણાવ્યું હતું.
‘મને જેટલો ખોટી રીતે હેરાન કરશો એટલો જોશથી હું બહાર આવીશ’
જનસંવેદના સમારોહમાં પ્રવિણ રામનો લલકાર
આપના નેતા પ્રવીણ રામે ગઇકાલે જૂનાગઢ ખાતે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના લેરીયા ગામે ગઈકાલે અમારી ઉપર જે જીવલેણ હુમલો થયો હતો, તેમાં મારા સહિત પક્ષના બે અન્ય કાર્યકરો સામે 307 મુજબ ગુનો નોંધાયો છે. જે સરકારના સહયોગથી ખોટી રીતે અને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે સરકારે મારાથી શું ડરે છે ? તેમ જણાવી મને જેટલો હેરાન કરાશે એટલા જ જોસથી હું બહાર આવીશ.