સરકાર દ્વારા સંચાલિત પંજાબ નેશનલ બેન્કની મુંબઇ સ્થિત બ્રાંચમાં ફ્રોડ ટ્રાન્ઝેકશન બહાર આવ્યું છે. શેર બજારમાં આપવામાં આવેલી સૂચના મુજબ બ્રાન્ચમાં 11,360 કરોડ રૂપિયાનો છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. બેન્કના કહેવા મુજબ આ ટ્રાન્ઝેકશન કેટલાક ખાસ ખાતાધારકોની મંજૂરીથી કરવામાં આવ્યું છે.
આ ટ્રાન્ઝેકશન દ્વારે તેમને ફાયદો થયો હતો. બેન્કના માધ્યમ દ્વારા મળતી જાણકારી મુજબ આ ટ્રાન્ઝેકશનના કારણે અન્ય બેન્કોમાંથી વિદેશમાં બેઠેલા ગ્રાહકોને એડવાન્સ ચૂકવણી કરવાની વાત સામે આવી છે. બેન્ક દ્વારા આ ફ્રોડ ટ્રાન્ઝેકશનને લઇને જણાવામાં આવતા સવારે શેર બજારમાં આ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
પંજાબ નેશનલ બેન્કના શેરમાં 4.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેન્ક દેશની સૌથી બીજી મોટી બેન્ક છે. જ્યારે સંપત્તિની દ્રષ્ટિએ આ દેશની સૌથી ચોથી મોટી બેન્ક છે. જો કે બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા ફ્રોડ ટ્રાન્ઝેકશનમાં કયા ખાતેધારકોને ફાયદો થયો છે તેના નામ આપવામાં આવ્યા નથી.
જો કે બેન્કે જણાવ્યું કે તેને ફ્રોડમાં સામેલ ખાતાધારકોના નામ તપાસ એજન્સીઓને આપી દીધા છે અને હાલમાં તેના પર ઇન્કવાયરી ચાલી રહી છે.