બજારમાં તરલતા વધારવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આપી છૂટછાટ
બજારમાં રૂપિયાની તરલતા વધારવાના હેતુથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની તમામ બેંકોને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની (NBFC)માં વધુ ધિરાણ આપવા મોકળુ મેદાન આપ્યું છે. ઉપરાંત જે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની ઈન્ફાસ્ટ્રકચર સેગમેન્ટમાં નથી તેના માટે પણ સિંગલ બોરોવર કેપીટલ ફંડની લીમીટ ૧૫ ટકા વધારવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેંકો માટે નિયમોમાં છૂટછાટ આપતા હવેથી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓને લોન આપવામાં સરળતા રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. તાજેતરમાં જ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ ઉપર ક્રેડિટનું દબાણ ઉભુ થયું હતું. પરિણામે બજારમાં તરલતા બરકરાર રાખવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારને કેટલીક છૂટછાટો આપવી પડી હતી. અગાઉ વર્ષ ૨૦૦૮માં વૈશ્ર્વિક ફાયનાન્સ ક્રાઈસીસ સમયે પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ પ્રકારની છૂટછાટ બેંકોને આપી હતી.