નાણાકીય વર્ષ 2022-23માં પબ્લિક સેક્ટર બેન્કોને 40,992 કરોડનો નેટ નફો થયો !!!
દેશની વિવિધ બેન્કોએ નાણાકીય વર્ષ 2021-22 સુધીના છેલ્લા છ વર્ષમાં કુલ 11.17 લાખ કરોડ રૂપિયાની બેડ લોનને રાઈટ ઓફ એટલે કે માંડવાળી કરી છે. બેન્કો દ્વારા રાઇટ ઓફ કરાયેલી લોન અંગે 20 ડિસેમ્બર, મંગળવારના રોજ રાજ્યકક્ષાના નાણાંમંત્રી ભગવત કરાડે સંસદમાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
સંસદમાં છેલ્લા 6 વર્ષના આંકડા રજૂ કરતી વખતે રાજ્યના નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં બેંકોમાં કુલ 11.17 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે અને આટલી જંગી રકમની બાકી લોનને બેલેન્સ શીટમાંથી દૂર કરવામાં આવી છે.રિઝર્વ બેન્કે આપેલા આંકડા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા છ નાણાકીય વર્ષ દરમિયાન અનુક્રમે રૂ. 8,16,421 કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે.
પરંતુ મહત્વની વાતતો એ છે કે બેંકો દ્વારા માંડવાડ કરેલી લોન ની સામે બેંકોએ 6.59 લાખ કરોડની રિકવરી પણ કરી છે જે બેંકો માટે એક સારો ચિન્હ કહી શકાય. નહીં નાણાકીય વર્ષ 2021 22 ના પ્રથમ આ માસમાં જાહેર ક્ષેત્રની બેંકોએ 66,543 કરોડ રૂપિયાનો નેટ
નફો કર્યો હતો જ્યારે વર્ષ 2022-23 માં આજ બેંકોએ 40,992 કરોડ રૂપિયાનો નેટ નફો રળયો છે. સરકાર અને જાહેર ક્ષેત્રની બેંકોની સાથે અન્ય બેંકોનો હેતુ એ જ હોય છે એનપીએ વધુને વધુ કઈ રીતે અટકાવવું અને જે ડિફોલ્ટરો છે તેને કઈ રીતે અંકુશમાં લાવવા. તમે બેંકોની કામગીરી પણ સરહાનીય જોવા મળી રહી છે. ઉનારા દિવસોમાં પણ બેંકોની રિકવરી રેટમાં વધારો થવાની પૂર્ણ શક્યતાઓ છે.