ટેલિકોમ, ક્ધઝયુમર, ડયુરેબલ્સ, રિયલ્ટી, મેટલ અને બેંકિંગ સેકટરનાં શેરોમાં વ્યાપક ખરીદી

સતત વિદેશી ભંડોળોના પ્રવાહમાં ટેલિકોમ, ક્ધઝયુમર ડયુરેબલ્સ રિલ્ટી, મેટલ અને બેંકીંગ શેરોમાં વ્યાપક ખરીદીના લીધે બજારના માપદંડો બંધ થયા હતા બીએસઈ સેન્સેકસ ૮૪ પોઈન્ટ વધીને ૩૪,૧૫૩ની આસપાસની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો જયારે વ્યાપક એનએસઈ નિફટી વિક્રમી ૧૦,૫૫૮ આંક પર બંધ રહ્યો હતો.

વેપારીઓએ જણાવ્યું હતુ કે લોકસભામાં ગુ‚વારે જાહેર ક્ષેત્રની બેંકો પીએસબી ને મજબૂત કરવા માટે ૮૦,૦૦૦ કરોડ રીકેપીટલાઈઝેશન બોન્ડસની મંજૂરી આપી દીધા પછી સેન્ટિમેન્ટને પગલે બજાર ઉંચકાયું હતુ. હજુ પણ શેર બજાર છે. ૩૦મી ‘લાલચોળ’ થવાના એંધાણ ડીસેમ્બરે સેન્સેકસ ૩૪૧૩૭ની વિક્રમ તોડીને ૩૪૧૮૮ની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યો હતો. ટૂંકમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોની એન.પી.એ. રેશિયો ઘટાડવા ૮૦,૦૦૦ કરોડનો ‘બુસ્ટર ડોઝ’ આપ્યો તેના પગલે શેર બજાર ‘લાલ ચોળ’ રહેવાના એંધાણ છે.

સતત પાંચમાં અઠવાડિયે બજાર ટનાટન રહ્યું છે નવ વર્ષના પ્રથમ અઠવાડીયામાં સેન્સેકસમાં ૯૭ પોઈન્ટનો ઉછાળો હતો. નિફટીમાં ૨૮ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.