બેડ બેંક લોન અને આલ્યા, માલ્યા અને જમાલ્યાઓની લોન ડુબાડવાની ‘કુ’ પ્રવૃતિનું દેશના અર્થતંત્ર પર ભારે ભારણ
ભારતના અર્થતંત્ર 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના મોદી સરકારના ભાવી રોડ મેપ માટે દેશના બેન્કિંગ ક્ષેત્રના બેડ લોનના ભારણ અને એનપીએનો બોજ ભારે ભારરૂપ બની રહ્યું છે. બેંકોને આલ્યા, માલ્યા અને જમાલ્યાઓની છેતરપિંડી ખુબજ મોટેપાયે નડી રહી છે. તાજેતરમાં જ બેન્કિંગ ક્ષેત્ર દ્વારા નાણાકીય વર્ષ 2021ની છેલ્લા 9 મહિનાની બેડ બેન્કિંગ લોનના રિપોર્ટમાં બેંકોએ 9 મહિનામાં જ 5.85 લાખ કરોડ રૂપિયાની લોનો માંડવાળ કરી હોવાની વિગતોએ દેશના બેન્કિંગ ક્ષેત્રની પરિસ્થિતિ અંગેનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે.
બેંકોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન 1.15 લાખ કરોડ રૂપિયાના બેડ લોન માડવાળ કરી દીધી હોવાનું સોમવારે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. બેંક બોર્ડ દ્વારા આરબીઆઈના દિશા નિર્દેેશો અને નિતી મુજબ બેડ લોન અને એનપીએ જાહેર થયેલી અસ્કયામતોને ચાર વર્ષના સમય વીતી ગયા બાદ માંડવાળ કરવાનો નિયમ અમલમાં લાવીને 5.85 લાખ કરોડની લોનના ખાતા બંધ કરી દીધા હતા. રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, બેંકોએ પોતાની બેલેન્સ સીટ સાફ કરવા માટે ટેકસ બેનીફીટ અને આરબીઆઈના દિશા નિર્દેશ અને નીતિ મુજબ આ પગલું ભર્યું છે. ઠાકુરે જણાવ્યું હતું કે, લેખીત રૂણ અને કરજદારો પાસે વસુલાતની પ્રક્રિયા જારી રહેશે.
આરબીઆઈના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2018-19, 2019-20ના પ્રથમ ત્રણ મહિનામાં 236264 કરોડ, (2) 234177 કરોડ અને 115038 કરોડ રૂપિયાનું રૂણ લેવામાં આવ્યું હતું. બેંકોએ 9 મહિનામાં જ 5.85 લાખ કરોડનું કદ માંડવાળ કરીને બેલેન્સશીટ ચોખી કરી નાખી હતી.