બેંકો એક તરફી નિર્ણયો કરી ગ્રાહકો પર ઠોકી શકે નહીં
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બેંક લોકરો માટે વિસ્તૃત નિયમો બનાવવા કર્યો આદેશ
બેંકના લોકરો ગ્રાહકોના હિત માટે છે અને એમાં રાખેલ સંપત્તિથી જવાબદારીમાંથી બેંકો છટકી શકે નહીં તેમ જણાવી સુપ્રીમ કોર્ટે આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાને છ માસમાં બેંક લોકરો માટેના વિસ્તૃત નિયમો બનાવવા આદેશ કર્યો છે.કોલકતાના અમિતાભ દાસગુપ્તાએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા મંચના આદેશને પડકારી સુપ્રીમમાં દાદ માગી હતી જેમાં સુપ્રીમે આજે ચૂકાદો આપ્યો હતો.સુપ્રીમના ન્યાયમૂર્તિ એમ.એમ. શાંતનગૌદર તથા ન્યાયમૂર્તિ વિનિત સહનની બેંચે જણાવાયું હતું કે વૈશ્ર્વિકરણના સમયમાં અત્યારે સામાન્ય નાગરીકોના જીવનમાં બેંકની મહત્વની ભુમિકા છે. દેશમાં આંતરિક અને વૈશ્ર્વિક નાણાથી લેવડ દેવડ વધી છે. એવામાં લોકો ગ્રાહકોએ લોકરમાં રાખેલ સંપત્તિની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
સુપ્રીમે વધુમાં જણાવ્યું કે આપણી અર્થવ્યવસ્થા ધીમે ધીમે કેશ બેસ બની રહી છે. અને લોકો પણ પોતાની જંગલ મિલ્કત સોના, ચાંદીના દાગીના, રોકડ કે કિંમતી વસ્તુ પોતાના ઘરમાં રાખતા ડરે છે. એવા સમયે લોકો બેંક પર ભરોસો મુકી લોકરમાં પોતાની સંપત્તિ રાખે છે.આથી બેંકમાં લોકરની માંગ વધી છે. લોકરો બેંકની આવશ્યક સેવા બની ગયા છે. જેનો લાભ ભારતવાસી તથા બિન નિવાસ ભારતીયઓ પણ તેનો ઉપયોગ કરે છે. આવા સમયે બેંકો ગ્રાહકોએ લોકરમાં રાખેલી સંપત્તિની જવાબદારીમાંથી છટકી શકે નહીં આવી જવાબદારી ન લેવીએ બેંકની પ્રતિષ્ઠા માટે પણ સારૂ નથી.સુપ્રીમે જણાવ્યું કે ગ્રાહકો અત્યારે બેંકની દયા પર નિર્ભર થઇ ગયા છે. અને એના વિશેનું રક્ષણ કરવા બેંકો વધુ સક્ષમ પક્ષ છે. એવી સ્થિતિમાં બેંક પોતાની જવાબદારીમાં પાછીપાની કરી શકે નહીં અને એવું પણ કહી શકે નહીં કે લોકરના સંચાલનમાં અમારી કોઇ જવાબદારી નથી. સુપ્રીમે બેંકોના લોકરની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવાની શરતોને ગ્રાહક સુરક્ષાના નિયમોના ભંગ સમાન ગણાવી ઉમેર્યુ કે એક વિસકતી અર્થ વ્યવસ્થામાં આવા નિયમો રોકાણકારોના ભરોસાને નબળો પાડે છે.
આરબીઆઇ છ માસમાં નિયમ બનાવે
સુપ્રીમ કોર્ટે રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયાને છ માસમાં બેંકોના લોકરને લગતા નિયમો ઘડી કાઢવા આદેશ કરી એવું પણ જણાવ્યું છે કે બેંકોએ એકતરફી નિર્ણયો કરી ગ્રાહકોના માથે ઠોકી બેસાડવા ન જોઇએ.
શું હતો મામલો?
કોલકતાના અમિતાભ દાસગુપ્તાએ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દાસગુપ્તાએ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાના લોકરમાં રાખેલા સાત દાગીના ખોવાતા તે દાગીના પરત કરવા અથવા તેનું ૩ લાખનું વળતર ચૂકવવા કોલકતાના જિલ્લા ગ્રાહક સુરક્ષા પંચમાં બેંક સામે દાદ માગી હતી. તેમની વિરૂઘ્ધમાં ચૂકાદો આવ્યા તેમણે રાજય અને બાદમાં રાષ્ટ્રીય આયોગમાં દાદ માગી હતી પણ તેમાં પણ ગ્રાહકની વિરૂ ઘ્ધ ચૂકાદો આવ્યા તેમણે રાષ્ટ્રીય આયોજના ચૂકાદાને સુપ્રીમમાં પડકાયો હતો.