બેંકોને પુરતા પ્રમાણમાં ભંડોળ આપવા ગુજરાત અર્બન કો-ઓપરેટીવ ફેડરેશનની માગ: ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફી કરન્સીનો સપ્લાય ઓછો થઈ જવાને કારણે ગુજરાતભરની અનેક બેન્કો પાછલા બે અઠવાડિયાી પૈસાની તંગીનો સામનો કરી રહી છે.
બેન્કર્સના જણાવ્યા અનુસાર, આનાી સૌથી વધારે અસર કો-ઓપરેટિવ બેન્કોને થયું છે. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ ફેડરેશન (GUCBF) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સમક્ષ માંગ મુકી છે કે બેન્કોને પૂરતાં પ્રમાણમાં પૈસા પુરા પાડવામાં આવે.
GUCBFના ચેરમેન જ્યોતિન્દ્ર મેહતાએ કહ્યું કે, બેન્ક બ્રાન્ચ સામાન્ય રીતે પોતાની કરન્સી ચેસ્ટમાંથી કેશ મેળવતી હોય છે. પરંતુ RBIતરફી પૂરતાં પ્રમાણમાં ફંટ સપ્લાય ન કરવાને કારણે કરન્સી ચેસ્ટમાં પણ કેશની શોર્ટેજ છે. જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ATMમાં પણ પૈસા નહીં હોય.
સુરતમાં ગ્રીન બેન્કના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ વિષય પર કોઈ જવાબ નહોતો આપ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સરકાર RBIના સંપર્કમાં છે અને સમસ્યાનું નિરાકરણ લાવાવના પ્રયત્નો ચાલુ છે.
પૈસાની તંગીની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાંબરકાંઠા, મેહસાણા અને ઉંઝા જિલ્લાની અમુક બેન્કોમાં તો લિમિટેડ કેશ ફ્લોની નોટિસ મુકી દેવામાં આવી છે. સ્ટેટ ચીફ સેક્રેટરી જે.એન.સિંહે કહ્યું કે, અમે RBIના સતત સંપર્કમાં છીએ અને ટુંક સમયમાં નિરાકરણ આવી જશે. ત્યાં સુધીમાં ઉત્તર ગુજરાતની બેન્કોમાં ગુરુવાર અને શુક્રવારના રોજ કેશ મોકલી દેવામાં આવ્યું છે. પાકની લણણીનો સમયઅત્યારે જીરું, વરિયાળી, ઘઉં જેવા પાકની લણણીનો સમય છે. ટ્રેડર્સ અને જથ્થોબંધના વેપારીઓએ અત્યારે ખેડૂતોને પૈસાની ચુકવણી કરવાની હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,