ચલણી સિકકાઓ બાબતે ચાલતી નકારાત્મક અફવાઓમાં આવ્યા વગર સિકકાનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે ચલણી સિકકાનાં વ્યવહારું ઉપયોગ અંગે કરેલ મહત્વની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે, સરકારી ટંકશાળ દ્વારા બનાવવામાં આવેલા તમામ પ્રકારનાં સિકકાઓને ચલણમાં કાયમી ધોરણે સ્વીકાર્ય રહેશે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં ફરતા ચલણી સિકકાઓ કેટલીક પેઢીઓ, વેપારીઓ અને સંસ્થા દ્વારા સ્વિકારવામાં ન આવતો હોવાની ચર્ચા વચ્ચે આરબીઆઈએ જણાવ્યું હતું કે, ચલણમાં મુકેલા તમામ સિકકાઓ સ્વીકાર્ય મુદો જ છે અને તેનો તમામ વેપારીઓ તેમજ બેંકોએ સ્વિકાર કરવો પડશે.
અર્થતંત્ર માટે છુટક વ્યવહારોની જીવંત કડી તરીકે વાપરવામાં આવતા સિકકાઓમાં વર્તમાન સમયનો ઈતિહાસ અને સંસ્કૃતિનાં દસ્તાવેજો તરીકે પ્રસ્થાપિત કરવામાં આવતા હોય છે. સિકકાઓમાં વિવિધ સમયે વિવિધ થીમનો અર્થતંત્ર સામાજીક અને સાંસ્કૃતિક પ્રતિબિંબોની ઝાંખી છે. જે વ્યવહારમાં ફરતા રહેવા જરૂરી છે. વળી સિકકા કોઈપણ જાતનાં ઘસારા વગર લાંબા સમય સુધી ચલણમાં ફરતા રહે છે અને તેની બનાવટ અને ઘડતરમાં વર્તમાન સમયની ઝાંખી હોય છે. છેલ્લા કેટલાક સમયથી સિકકાનું ચલણમાંથી ઓછા થતા દેખાય છે અને કેટલાક લોકો વ્યવહારમાં સિકકા લેવાનો ઈન્કાર કરે છે.
રીઝર્વ બેન્કોને સિકકાઓને ચલણમાં રાખવા તેમજ સિકકા બાબતે નકારાત્મક અફવાઓમાં ફસાયા વગર સિકકાનો ઉપયોગ કરવા જણાવાયું છે. અત્યારે બજારમાં ૫૦ પૈસા, ૧ રૂપિયો, ૨ રૂપિયા, ૫ રૂપિયા, ૧૦ રૂપિયાનાં સિકકાઓ વિવિધ આકારે અને વજનનાં સિકકાઓ બજારમાં ફરી રહ્યા છે. આરબીઆઈએ તમામ બેંકોને તાકિદ કરી છે કે, કોઈપણ ઘરાક બેંકમાં સિકકા જમા કરાવવા આવે તો તેમને પાછા ધકેલી દેવાનાં બદલે તેમનાં તમામ સિકકાઓ સ્વિકારી લેવા. આરબીઆઈનાં સરકયુલર નોટ અને સિકકાઓના ચલણનો નિયમમાં તમામ બેંકો અને સિકકાઓ સ્વીકારવાનો ઈન્કાર ન કરવો જોઈએ એવી તાકીદ કરવામાં આવી છે. સિકકાઓ અને નાના દરની નાની નોટો દેશનું બંધારણીય ચલણ છે તેને સન્માન આપવું જોઈએ.
આરબીઆઈને બેન્કો દ્વારા સિકકાઓને સ્વિકારવાની અનેક ફરિયાદો મળે છે તેની સામે આરબીઆઈ એક જાહેરનામું બહાર પાડીને બેંકોની તમામ શાખાને સિકકાઓ સ્વિકારવાનો ઈન્કાર કરવાની મનાઈ ફરમાવી દીધી છે. ગ્રાહકોને પણ કોઈપણ બેન્ક સિકકા સ્વિકારવાની ના પાડી દેતો ફરિયાદ કરવા જણાવ્યું છે.