આગામી તા. 19મીએ શનિવારે રાજયમાં બેન્ક હડતાલના કારણે રૂ. 30 હજાર કરોડના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઇ જવાની દહેશત વ્યકત કરાઇ છે. જાહેર ક્ષેત્રની બેન્કોના રાજય વ્યાપી બેન્ક કર્મચારી સંગઠને આ હડતાલનું એલાન આપ્યું છે.
શનિવારે બેન્ક હડતાલ છે અને રવિવારે સાપ્તાહિક રજા હોય ખાતેદારોના બે દિવસ સુધી નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઇ જશે. આ બે દિવસ દરમિયાન એ.ટી.એમ. ઉપર પણ ગ્રાહકોની ભીડ જામવાની શકયતા નકારી શકાતી નથી.
દરમિયાન સેન્ટ્રલ બેઠક ઓફ ગવર્નમેન્ટ દ્વારા બેન્ક હડતાલને રોકવા સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીતનો દોર શરુ કરશે. બેન્કોના ખાનગીકરણ અને વિલીનીકરણ સામે કર્મચારીઓનો વિરોધ આ હડતાલ દ્વારા પ્રદર્શિત કરાશે.