બેંક યુનિયનો સાથે સમાધાનના પ્રયાસો નિષ્ફળ: કરોડોના વ્યવહારો ખોરવાશે: ખાનગી બેંકોમાં કાલે રાબેતા મુજબ ચાલુ રહેશે
આવતીકાલે જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાળના પગલે કરોડોના વ્યવહારો ખોરવાશે બેંકોમાં ચેક કલીયરીંગમાં મોડુ થશે. અલબત ખાનગી ક્ષેત્રની બેંકોમાં કામકાજ રાબેતા મુજબનું રહેશે. સરકારનું એકીકરણનું પગલુ અને બીજી માંગણીઓને પરિણામે યુનાઈટેડ ફોરમ ઓફ યુનિયન્સ (યુએફબીયુ)ની આગેવાનીમાં બધી બેંકોનાં યુનિયનોએ ૨૨ ઓગસ્ટના રોજ હડતાળની જાહેરાત કરી છે. યુએફબીયુ નવ યુનિયનોનું સમુહ છે. જેના હેઠળ ઓલ ઈન્ડીયા બેંક ઓફીસર્સ, કોન્ફેડરેશન, ઓલ ઈન્ડીયા બેંક એમ્પ્લોઈઝ એસો. અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કસનો સમાવેશ થાય છે. બેંકોની હડતાળના કારણે કરોડોનું કામકાજ ખોરવાશે. સેવાઓ ઠપ્પ થશે. સરકાર અને મેનેજમેન્ટ તરફ યુનિયનની માંગણી અંગે કોઈ આશ્ર્વાસન ન મળતા હડતાળ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.