દસ બેંકોનું ચાર બેંકમાં એકીકરણ: આગામી માર્ચ સુધીમાં બેંક ઓફ બરોડા, વિજયાબેંક, દેનાબેંકની ૫૭૦ શાખા બંધ થવાનો અંદાજ
કેન્દ્ર સરકાર દસ બેંકોમાંથી ચાર બેંકમાં એકીકરણ કરવાની તૈયારી કરી રહી છે. જેને કારણે આજે એસબીઆઈ સિવાયની અન્ય બેંકો બંધ રહેશે મહત્વનું છે કે તહેવારો નજીક છે. ત્યારે બેંકની હડતાલને પગલે સૌરાષ્ટ્રમાં ઘણી મોટી રકમના કલીયરીંગ ઉપર અસર થશે ઓલ ઈન્ડીયા બેંક એમ્પલોઈઝ એસોસીએશનના ઉપક્રમે સમગ્ર દેશમાં આજે સંપૂર્ણ હડતાલ જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે આ હડતાળમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના કર્મચારીઓ જોડાવાના નથી.
દીવાળીના તહેવારો સમયે જ હડતાલ પડતા ગ્રાહકો હેરાન થશે આ બાબતે ગ્રાહકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે બેંકના એકીકરણને પગલે આજે બેંક કર્મચારીઓએ દેખાવો કરી એકત્રીકરણનો વિરોધ કર્યો હતો. બેંકીંગ ક્ષેત્રે કેન્દ્ર સરકારની નીતિ રીતિની પહેલેથી જ તીવ્ર આલોચના થઈ રહી છે. ત્યારે સરકારની બેંક એકીકરણનીનીતિને સામાન્ય જનતાની વિરોધી અને અવળી આર્થિક નીતિ ગણાવીને તેનો વિરોધ થઈ રહ્યો છે. આજે દરેક શહેરમાં બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો કરાશે તેવું ગુજરાત બેંક વર્કર્સ યુનિયને જણાવ્યું છે.
સરકારના દસ બેંકોનો ચાર બેંકમાં સમાવેશ કરવાનાં નિર્ણયના કારણે આંધ્ર બેંક, અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, સિન્ડીકેટ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડીયા સહિતની છ બેંકો બંધ થશે અને પંજાબનેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને ઈન્ડીયન બેંકમાં સમાવિષ્ટ થશે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં છ બેંકો સમાવી દેવાતા ૬૯૫૦ શાખાઓ બંધ થઈ છે. જયારે બેંક ઓફ બરોડામાં દેનાબેંક અને વિજયાબેન સમાવાતા ૧૬૫૦ શાખા બંધ થઈ રહી છે. અને માર્ચ ૨૦૨૦ સુધીમાં અંદાજે ૫૩૦ શાખા બંધ થશે.