કલેકટર સલોની રાયે ક્ધટેઈનમેન્ટ ઝોનની મૂલાકાત લીધી

દીવ એસબીઆઇ બેન્ક ના એક કર્મચારી નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દિવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ વ્યક્તિ બેંક કર્મચારી હોવાને કારણે ઘણા લોકો બેંક ના કામો માટે અવરજવર કરતા હોય છે જેથી દીવના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  એસબીઆઇ બેન્ક કર્મચારી નો રિપોર્ટ પોઝિટિવ આવતા બેન્ક ને પણ શીલ કરવામાં આવી છે અને સંઘાડીયા શેરી તેમના રહેણાંક વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન ૩ જાહેર કરવામાં આવ્યો છે. દીવ જિલ્લા કલેકટર સલોની રાય, એસપી હરેશ્વર સ્વામી,  ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંઘ, મામલતદાર ચંદ્રહાસ વાજા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓએ ક્ધટેન્ટ મેન્ટ ઝોન ની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે દીવ સરકારી હોસ્પિટલમાં કોરોના ની સારવાર હેઠળ એક વ્યક્તિનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવી છે. આ સાથે  દીવમાં હવે કોરોના પોઝિટિવ ના ૪ દર્દીઓ દીવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ૧૧ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે જતા રહ્યાછે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.