શેઠની શિખામણ ઝાંપા સુધી!!!
ઇકોનોમીની સાયકલ ધબકતી રાખવામાં બેંકોના પારોઠના પગલાં
મહામારીના પગલે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને બેઠુ કરવા સરકારે પ્રોત્સાહનો આપવાના અને સુધારાના પગલા લીધા છે. લોકોના હાથમાં નાણા રહે તેવો તખતો પણ ઘડાયો છે. ઉપરાંત સરકારે રિયલ એસ્ટેટ પાછળ કરોડો રૂપિયાના પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. ગ્રાહકોને સરળતાથી લોન મળી રહે તે માટેની તાકીદ પણ બેંકોને કરવામાં આવી છે. ત્યારે બેંકોએ વર્તમાન સમયે દાખવેલી નીતિ શેઠની શિખામણ જાપા સુધીની ઉક્તિને સાર્થક કરે છે. સરકારના આયોજનોને અવગણી બેંકો હવે હોમ લોન લેનાર ઈચ્છુકો માટે કપરા ચઢાણની સ્થિતિ ઉભી કરી રહી છે. જેના પગલે બિલ્ડર્સને આગામી સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી શકયતા છે. બેંકોના ઠાગાઠૈયાના પરિણામે બિલ્ડરોના મકાનો માટે ગ્રાહકોને મુશ્કેલી પડશે.
પરિણામે પ્રોજેકટ લાંબા સમય સુધી વેચાયા વગર પડ્યા રહેશે. લોકડાઉન પહેલા અનેક લોકોએ બિલ્ડરોના પ્રોજેકટમાં પોતાના મકાનો બુક કરાવ્યા હતા. ઘણા કિસ્સામાં મકાનો ખરીદવા માટેની કાર્યવાહી છેલ્લા તબક્કામાં હતી. અલબત હવે બેંકોએ પારોઠના પગલા લીધા હોય તેમ મંજૂર થયેલી લોનોની પુન: સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. આવા સંજોગોમાં ઘર ખરીદવા ઈચ્છુક અનેક લોકોના સ્વપ્ન રોળાય જશે. બીજી તરફ બિલ્ડર્સને પણ નુકશાન થાય તેવી વકી છે. સામાન્ય રીતે હોમ લોનને સૌથી સુરક્ષીત લોન ગણવામાં આવે છે. છતાં પણ બેંકો દ્વારા વર્તમાન સમયે કરવામાં આવેલા ઠાગાઠૈયા ઘર ખરીદવા ઈચ્છુક લોકો અને બિલ્ડરો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે.
એક બિલ્ડરે જણાવ્યું હતું કે તેમના ઘણાં ગ્રાહકોએ ફરીયાદ કરી છે કે બેંકોએ છેલ્લા બે મહિનામાં લોન આપવાનું બંધ કરી દીધું છે અને કિસ્સાઓમાં તો હોમ લોન મંજુર કરાવનાર ગ્રાહકોને ર૦૦ ટકા જેટલા પૈસા ચુકવી દીધા બાદ લોકડાઉનના પગલે બાકીની રકમની ચુકવણી અટકાવી દીધી છે. બિલ્ડરે જણાવ્યું હતું કે લોન આપતી વખતે ગ્રાહકોની સ્થિતિની માહિતી મેળવનાર બેંકોએ હવે ફરીથી આ કટોકટીના પગલે લોન લેનાર હવે હપ્તા ભરી શકે તેવી સ્થિતિમાં છે કે કેમ તેની તપાસ શ કરકી છે અને ઘણા કિસ્સામાં લોન લેનારની આવક હપ્તા ભરવા જેટલી ન હોય તો તેમની લોન પ્રારંભિક તબકકામાં જ મકાનનો કબ્જે લીધાં પહેલાં જ રોકાવી દેવાનું વલણ અખતીયાર કર્યુ છે.
ખાનગી બેંકોના સૂત્રોએ જણાવ્યું હતું કે આવા કિસ્સામાં સસ્તા ઘરો ખરીદવા માટેની લોનો કે વધારાની સહાય કરવામાં નહિ આવે બેંકોએ પગાર ધટાડાના આ ઘેરમાં પોતાના ગ્રાહકોની મંજુર થયેલી લોનની સમિક્ષા કરવાનું મુનાસીત સમજવું છે. અનેક બેંકોએ ગ્રાહકોને પૈસા ચુકવવામાં વિલંબ કરવાનું શરૂ કરી દેતા ઘણા બિલ્ડરોને તેની અસર થઇ છે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ હાઉસીંગ ઇન્ડિસ્ટ્રીઝ થાણેના પ્રમુખ અજય આસરે જણાવ્યું હતું કે પોતાની કંપનીએ ચાલુ બાંધકામ દરમિયાન ૧૦૦૦ જેટલા મકાનો હોમ લેનાર ગ્રાહકોને વેચ્યા છે અમે લોકડાઉન પહેલા સુધી બેંકોમાંથી નિયમિત હપ્તા મેળવતા હતા. પરંતુ લોકડાઉન પછી રોકી દેવામાં આવ્યા છે. લોન લેનાર કોરોના કટોકટીથી ઉભી થયેલી પરિસ્થિતિમાં હપ્તા ભરવા સક્ષમ છે કે કેમ તેની સમિક્ષાએ લોન વ્યવહાર ઠપ્પ કરી દીધો છે. જો આ સમીક્ષામાં એવું સામે આવે કે લોન લેનારની આવક તેનો માસિક હપ્તો ભરવા સમર્થ નથી તો તેમનું ટ્રાન્જેકશન અટકાવી દેવામાં આવે છે અને મકાનનો કબ્જો લીધા પહેલાં જ બંધ કરી દેવામાં છે.
બેંકો આ વ્યવહારથી ઘરની ખરીદી માટે વ્યવસ્થા ન થઇ શકે તેમ ખાનગી બેંકના સૂત્રોએ જણાવ્યું હતું પગાર ધટાડાને કારણે બેંકોએ હોમ લોનની સમીક્ષા કરવાનું શ કર્યુ છે. બેંકના આ વલણથી ઘણા બિલ્ડરોને તેની અસર થઇ છે. અને ચુકવણામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડર અને ચુકવણામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.
બેંકો બેવડુ વ્યાજ આપીને પણ અર્થતંત્રને ધબકતુ રાખવા અને બિલ્ડરોનો ધંધો જાળવી રાખવા સહકારનું વલણ દાખવતી નથી. ઘર ખરીદારોની લોન ભરવાની નાદારી ના કારણે ઉભી થઇ પરિસ્થિતિને લઇને લોન લેનારાઓ માટે મુશ્કેલીનો સમય ઉભો થયો છે.
આર.બી.આઇ. ના આંકડાઓ મુબજ માર્ચ ૨૭ થી એપ્રિલ ર૪ દરમિયાન રૂ૮૨૫૫ કરોડની લોનનો ધટાડો ૧૩.૩ લાખ કરોડની સ્થિતિએ નોંધાયો હતો. બેંકરોના મતે હજુ કેવો લોનનો રિપેમેન્ટ મેળવી રહ્યા છે. લોકડાઉનની પરિસ્થિતિને લઇને આવેલી મુશ્કેલી વચ્ચે લોનની આ પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. બેંકોએ લોકડાઉનની આ પરિસ્થિતિમાં કર્મચારીઓના પગારના ધટાડા અને નોકરીઓ ગુમાવવાની સ્થિતિમાં ગ્રાહકોની આર્થિક સ્થિતિ હપ્તા ભરવા પાત્ર છે કે કેમ તેની સમીક્ષા શરુ કરી દીધી છે.