બુધવાર સાયબર ક્રાઈમના જુદા જુદા બનાવો બની રહ્યા છે ત્યારે એક નવો બનાવ ઉમેરાયો છે સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં પામ સિટીમાં રહેતાં અને એકસીસ બેન્કની રણછોડનગર શાખામાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા ક્રિશન પરસોતમભાઈ ગજેરા (ઉ.વ.28) સાયબર ફ્રોડનો ભોગ બનતાં રૂા.89500 – ગુમાવવા પડયા છે. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી ગઠીયાઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
કસ્ટમર કેરમાં વાતચિત કરતા રૂ.5નું પેમેન્ટ મગાવી બેંક એકાઉન્ટની સાયબર ભેજા બાજો છેતરપિંડી કરી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કગઈ તા.4 ઓકટોબરના રોજ તેની બેન્ક દ્વારા તેનું નવું ક્રેડિટ કાર્ડ કુરીયરમાં આવવાનું હતું. જેથી તેણે તે કુરીયર કંપનીના પોર્ટલ ઉપર પાર્સલ ટ્રેક કર્યું હતું. તેને કુરીયર ઝડપથી જોઈતું હોવાથી ગઈ તા. 7 ઓકટોબરના રોજ ગુગલ પર તે કુરીયર કંપનીના કસ્ટમર કેરના નંબર સર્ચ કરી તેની ઉપર કિશનભકાઈએ કોલ કર્યો હતો.
જેમાં સામાવાળાને કુરીયર ઝડપથી જોઈતું હોવાનું કહેતા રૂા.પ ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. ત્યારબાદ સામાવાળાએ તેના વોટસએપ નંબર ઉપર અજાણી એક લિંક મોકલી હતી. જે લિંક તેને કલીક કરવાનું કહ્યું હતું. તેણે તેમ કરતાં જુ એક એપ ઈન્સ્ટોલ થઈ ગઈ હતી. જે તેને ઓપન કરવાનું કહેતાં તેમ કર્યું હતું. તેમાં પોતાની ટૂંકી વિગત ભરી હતી. નીચે રૂા.પ પેમેન્ટનું ઓપશન હોવાથી તે કલીક કરતાં તેના એચડીએફસીમાં આવેલા ખાતામાંથી પેમેન્ટ થઈ ગયું હતું. તેના ત્રીજા દિવસે તે નોકરી પર હતા ત્યારે બેન્ક તરફથી તેના ખાતામાંથી રૂા. 89500 ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી પરિસ્થિતિ પામી જતાં સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર પર કોલ કરી ફરિયાદ આપી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જે મોબાઈલ નંબર પરથી ગઠીયાએ વાત કરી હતી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.