રાજકોટ, જામનગર અને ભાવનગર પોલીસ દ્વારા પોલીસ તપાસનો ધમધમાટ: રાજકોટ શહેરની બેન્કની સાત બ્રાન્ચને કરોડોનો ધુબો લાગ્યો: સર્વરમાં ખામી સર્જાતા બેન્કનો આર્થિક વ્યવહાર ખોળવાયો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સૌરાષ્ટ્રભરની બ્રાન્ચમાં કમ્પ્યુટર સર્વરની ખામીના કારણે આર્થિક વ્યવહાર ખોળવાયો છે. બેન્ક સાથે ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરતા ગ્રાહકોના ખાતામાં મોટી રકમ જમા થઇ ગયા બાદ બેન્ક ગ્રાહકોએ પણ ઓન લાઇન શોપીંગ કરી લેતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરોડો રૂપિયા ગુમાવવા પડયા છે. બેન્ક દ્વારા પોલીસમાં અપાયેલી અરજીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બેન્કના નાણાથી ઓન લાઇન શોપીંગ કરનાર ૨૫થી વધુ વ્યક્તિઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની તમામ બ્રાન્ચમાં એફએસઆઇ કંપની દ્વારા સર્વરનું ઓપરેટીંગનો ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ગત તા.૨૯ સપ્ટેમબરના રોજ સર્વરમાં ખામી સર્જાતા મોબાઇલની મદદ બેન્ક ટ્રાન્ઝેકશન કરતા ગ્રાહકોના ખાતામાં મોટી રકમ જમા થઇ ગઇ હતી. ગ્રાહકોને અચાનક લોટરી લાગી ગયા જેવી સ્થિતી સર્જાતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતુ ધરાવતા મોટી સંખ્યાના ગ્રાહકો દ્વારા ઓન લાઇન ટ્રાન્ઝેકશન શ‚ કર્યુ હતુ. સર્વરની ખામી બે થી ત્રણ દિવસ સુધી રહી હોવાથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરોડો રૂપિયા ગુમાવવા પડયા હતા.સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રાજકોટ ઉપરાંત રાજકોટ જિલ્લો, જામનગર અને ભાવનગરમાં પણ સર્વરની સર્જાયેલી ખામીના કારણે કરોડો રૂપિયા ગુમાવ્યા બાદ બેન્ક દ્વારા જ તપાસ શરૂ કરવામાં આવતા ઘણા ગ્રાહકોએ બેન્કના વાપરેલા નાણા પરત કરી દીધા હતા જ્યારે મોટી સંખ્યામાં ગ્રાહકોએ જમા કરાવ્યા ન હોવાથી રાજકોટની જુદી જુદી સાત જેટલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કના મેનેજર દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને લેખિત ફરિયાદ આપતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી છે.પોલીસ તપાસ દરમિયાન બેન્કના સર્વરની ખરેખર ખામી સર્જાય હતી કે કોન્ટ્રાકટ દ્વારા ઇરાદપૂર્વક ખામી સર્જવામાં આવી હતી અને સમગ્ર કૌભાંડમાં બેન્કના કોઇ અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.બીજી તરફ બેન્કના નાણાની મદદથી ઓન લાઇન શોપીંગ કરનાર બેન્કના ગ્રાહકોની પૂછપરછ શ‚ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન મોબાઇલની મદદથી ઓનલાઇન બેન્ક ટ્રાન્ઝેકશન દરમિયાન પોતાના ખાતામાં રકમ જમા થયાનું જણાવી રહ્યા છે. તમામ પાસેથી રિકવરી કરવા પોલીસ દ્વારા તપાસ શ‚ કરવામાં આવી છે.રાજકોટ ઉપરાંત રાજકોટ જિલ્લો અને ભાવનગર તેમજ જામનગરમાં પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરોડો ‚પિયા ગુમાવ્યા હોવાથી તમામ સ્થળે બેન્કના મેનેજર દ્વારા પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે.રાજકોટના કાલાવડ રોડ પરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી ૩૨ જેટલા ગ્રાહકોના ખાતામાં મોટી રકમ જમા થઇ ગઇ હતી. તે પૈકી ૨૮ ગ્રાહકોએ બેન્કની રકમ પરત જમા કરાવી દીધી છે. તે રીતે મેઇન બ્રાન્ચમાંથી ૧૫ ગ્રાહકના ખાતામાં જમા થયેલી રકમમાંથી ૧૧ ગ્રાહકોએ બેન્કમાં પરત જમા કરાવી દીધી છે.બેન્કના સર્વરમાં થયેલી ખામીના કારણે બેન્કનો આર્થિક વ્યવહાર ખોળવાયો છે. બેન્ક દ્વારા તમામના ખાતા સરભર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.