ડિઝાસ્ટર વિભાગની મોકડ્રીલ: ફાયર બ્રિગેડ, પોલીસ અને હોસ્પિટલનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો.
જયુબેલી બાગ નજીક આવેલી બેંક ઓફ બરોડાની મેઈન બ્રાંચમાં ભીષણ આગ લાગી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને હોસ્પિટલનો સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ ત્વરીત કામગીરી શરૂ કરી દીધી હતી બાદમાં માલુમ પડયું હતું કે, ડિઝાસ્ટર વિભાગ દ્વારા મોકડ્રીલ ગોઠવવામાં આવી છે.
જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા આજરોજ બપોરે ૨:૩૦ કલાકે આગની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જયુબેલી બાગ નજીક આવેલી બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાન્ચ ખાતે પ્રથમ માળે આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં લઈ આવવામાં આવ્યો હતો.
બેંકમાં આ પ્રકારે મોકડ્રીલ જિલ્લામાં પ્રથમ વખત યોજવામાં આવી હતી. બેંકના પ્રથમ માળે મહત્વના ડોકયુમેન્ટ પડયા હતા. જેમાં આગ લાગવાની જાણ થતાં જ ડિઝાસ્ટર વિભાગ, ફાયર બ્રિગ્રેડ, પોલીસ, ટ્રાફિક પોલીસ, પીજીવીસીએલ અને હોસ્પિટલનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં તેઓને માલુમ પડયું હતું કે, આ ઘટના ડિઝાસ્ટર વિભાગે યોજેલી મોકડ્રીલ.