વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7પ જિલ્લામાં 7પ ડિજિટલ બેકિંગ શાખા ડિજિટલ બેકિંગ યુનિટનું ઉદઘાટન કર્યુ
અબતક, રાજકોટ
ભારતની આઝાદીના 75 વર્ષ અને તેની ઉજવણીના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 7પ જિલ્લાઓમાં 7પ ડિજિટલ બેકીંગ યુનિટસ રાષ્ટ્રને સમર્પિત કર્યા. ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંથી એક બેંક ઓફ બરોડાએ વડાપ્રધાન દ્વારા શરુ કરવામાં આવેલા આ 7પ ડીબીયુના એક ભાગ રુપે 8 ડીબીયુ ખોલ્યા છે. આ 8 બેંક ઓફ બરોડા ડીબીયુમાં ઇન્દોર, કાનપુર, દેહાત, કરૌલી, કોટા, લેહ, સિલવાસા, વડોદરા અને વારાણસીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
ડીબીયુમાં તમામ સેવાઓ ડિજિટલ પેપરલેસ અને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ઓફર કરવામાં આવશે.
સેલ્ફ સર્વિસ મોડ હેઠળ ઓફર કરવામાં આવતી ડીબીયુ સેવાઓમાં વર્ષમાં 24+7 365 દિવસ ઉપલબ્ધ રોકડ ઉપાડ અને ડિપોઝીટ ખાતું ખોલવું, ફિકસ્ડ ડિપોઝીટ- રીકરીંગ ડિપોઝીટ ખોલવી, ડિજિટલ લોન લેવી, પાસબુક પ્રિન્ટીંગ, બેલેન્સ પુછપરછ, ફંડ ટ્રાન્સફર અને અન્ય ઘણી સેવાઓનો સમાવેશ થાય છે.
બેંક ઓફ બરોડા ના મેનેજીંગ ડિરેકટર અને સીઇઓ સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે ડીજીટલ ઇન્ડીયા માટે ભારત સરકારના વિઝનને અનુરુપ, આજે લોન્ચ કરવામાં આવેલ ડીજીટલ બેકીંગ યુનિટ વધુ લોકોને ડિજિટલ બેકીંગ ઉત્પાદનો અને સેવાઓને સરળ અને સુરક્ષિત રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે.