- બેન્ક ઓફ બરોડામાં 1267 જગ્યાઓ પર ભરતી
- અંતિમ તારીખ ચૂક્યા વગર તાત્કાલિક કરો અરજી
- 135000 સુધી મળશે પગાર
BOB Recruitment 2024: બેન્ક ઓફ બરોડામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશ ખબર છે. બેન્ક ઓફ બરોડા દ્વારા વિવિધ જગ્યાઓ માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર બેન્કની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તે સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
BOBની આ ભરતી દ્વારા કુલ 1267 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં મેનેજર અને અન્ય પદ સામેલ છે. આ માટે આજે એટલે કે 28 ડિસેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
જે ઉમેદવારો બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે એક સુવર્ણ તક છે. બેંક ઓફ બરોડાએ વિવિધ વિશેષજ્ઞ અધિકારી(Specialist Officer) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.
જે ઉમેદવારો બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે એક સુવર્ણ તક છે. બેંક ઓફ બરોડાએ વિવિધ વિશેષજ્ઞ અધિકારી(Specialist Officer) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં કુલ 1267 જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ખાલી જગ્યાની વિગતો
- ગ્રામીણ અને કૃષિ બેંકિંગ વિભાગ: 200 જગ્યાઓ
- રિટેલ લાઈબિલિટીઝ વિભાગ: 450 જગ્યાઓ
- MSME બેંકિંગ વિભાગ: 341 જગ્યાએ
- માહિતી સુરક્ષા વિભાગ: 9 જગ્યાઓ
- ફેસિલિટી વ્યવસ્થાપન વિભાગ: 22 જગ્યાઓ
- કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ વિભાગ: 30 જગ્યાઓ
- નાણા વિભાગ: 13 જગ્યાઓ
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ: 177 જગ્યાઓ
- એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ વિભાગ: 25 જગ્યાઓ
- બેંક ઓફ બરોડા SO ભરતી: પાત્રતા માપદંડ
આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારો સૂચનામાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે વિગતવાર માહિતી ચકાસી શકે છે.
પસંદગી આ રીતે કરવામાં આવશે
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય કોઈપણ યોગ્ય કસોટીનો સમાવેશ થઈ શકે છે. ત્યારપછી, જે ઉમેદવારો ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરે છે તેમને ગ્રૃપ ચર્ચા અને/અથવા ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટમાં કુલ 150 પ્રશ્નો હશે અને તેના કુલ માર્કસ 225 હશે. પરીક્ષાનો સમયગાળો 150 મિનિટનો રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી બંને હશે, માત્ર અંગ્રેજી ભાષાની પરીક્ષા અંગ્રેજીમાં હશે.
આટલી અરજી ફી ચૂકવવી પડશે
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
પગાર ધોરણ શું હશે
આ તમામ પોસ્ટમાં પગાર ધોરણ અલગ અલગ સ્કેલ મુજબ આપવામાં આવશે. આ નોકરીમાં પસંદગી પામનારા યુવકોને 67160 થી લઈને 135020 સુધીનો પગાર મળી શકે છે.