જામનગરના જાંબુડાની ખોડીયાર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝે રૂ.૧૬.૩૧ કરોડ, પીપળીયાની રાજ કોટન કોર્પોરેશને રૂ.૨૫.૧૯ કરોડ અને રાજકોટની મે.આર.વી.ઈન્ટરનેશનલે રૂ.૧૮.૮૮ કરોડની સીસી લોન બોગસ દસ્તાવેજના આધારે મેળવી કૌભાંડ આચર્યુ: ત્રણેય પેઢીના છ મહિલા સહિત ૧૧ ભાગીદારો સામે નોંધાતો ગુનો
વિજય માલ્યાએ દેશની અનેક બેંકોમાંથી કરોડોની લોન લઈ વિદેશ ફરાર થઈ ગયો તે રીતે જ રાજકોટ અને જામનગરની દેના બેંકમાંથી ખોડીયાર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, માળીયા નજીક પીપળીયાની રાજ કોટન કોર્પોરેશન અને રાજકોટની મે.આર.વી.ઈન્ટરનેશનલ નામની પેઢીના છ મહિલા સહિત ૧૧ ભાગીદારોએ ‚ા.૬૦.૧૯ કરોડની બોગસ દસ્તાવેજના આધારે સીસી લોન લઈ કૌભાંડ આચર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે ૧૧ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેસકોર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા દેનાબેંકના અધિકારી કેતનભાઈ ગમનભાઈ દેસાઈએ જામનગરના જાુંબડા નજીક આવેલી ખોડીયાર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર અને માણાવદર રહેતા મનોજ જી.લકકડ, ઉપલેટાના જયેશ એસ.લકકડ, સંજય જે.લકકડ, માણાવદરની રાજેશ્રી લકકડ, રાજકોટ ગીતાનગરની શોભના ડી.લકકડ, જામનગરની ઉષા બી.લકકડ અને ગીતાનગરની વર્ષા એચ.લકકકડ સામે ‚પિયા ૧૬.૩૧ કરોડની જયારે માળીયા મિંયાણા નજીક આવેલ પીપળીયા ચાર રસ્તા પાસેની રાજ કોટન કોર્પોરેશન પેઢીના ભાગીદાર અને રાજકોટના ઈન્દ્રપ્રસ્થનગરમાં રહેતા નરેશ જી.લોટીયા અને રાજ નરેશ લોટીયા સામે ‚ા.૨૫.૧૯ કરોડ અને રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ઈમ્પીરીયલ હાઈટસના ત્રીજા માળે આવેલી મે.આર.વી. ઈન્ટરનેશનલના ભાગીદાર અને રાજકોટ રહેતા નિપાબેન વિકાસ સોરઠીયા અને સોનલબેન પ્રકાશ સોરઠીયા સામે ‚ા.૧૮.૮૮ કરોડની છેતરપીંડી અંગેની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.
ખોડીયાર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ જામનગરના પટેલ કોલોનીમાં આવેલી દેના બેંક શાખામાંથી બોગસ દસ્તાવેજના આધારે ‚ા.૧૬.૩૧ કરોડની સીસી લોન લીધા બાદ નિયમિત હપ્તા ભર્યા ન હતા. જયારે રાજ કોટન કોર્પોરેશને રાજકોટની દેનાબેંકની પરાબજાર શાખામાંથી ‚ા.૨૫.૧૯ કરોડની બોગસ દસ્તાવેજના આધારે સીસી લોન મેળવી હતી. જયારે મે.આર.વી.ઈન્ટરનેશનલ પેઢીના ભાગીદારોએ રાજકોટની રેસકોર્ષ રોડ શાખામાંથી ‚ા.૧૮.૮૮ કરોડની સીસી લોન લઈ હપ્તા ન ભરી બેંક સાથે છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બેંકમાં બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી ત્રણેય પેઢીએ ‚ા.૬૦.૧૯ કરોડની સીસી લોન લઈ હપ્તા ન ભરી તેમજ પેઢીનું કામકાજ બંધ કરી બેંક સાથે કૌભાંડ આચર્યા અંગેનો ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ૬ મહિલા સહિત ૧૧ ભાગીદારો સામે ગુનો નોંધી ઈન્ચાર્જ પી.આઈ બી.આર.ડાંગર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.