જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની સાથે સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની માંગ ઉઠાવવામાં આવી

જાહેર ક્ષેત્રની બેન્કોએ ફરી હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે અને તેઓએ જણાવ્યું છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો 27મી જૂનના રોજ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ કરી હડતાલ ઉપર ઉતરશે અને કદાચ આજે હડતાલ લોકોના રોજબરોજના જીવનમાં ઘણી ખરી તકલીફો પણ ઊભી કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખાનગી ક્ષેત્રના બેંક કર્મચારીઓની માંગણીઓ છે તેમાં પ્રથમ કે જે જૂની પેન્શન સ્કીમ છે તેને અમલી બનાવવામાં આવે નવી પેન્શન સ્કીમની જગ્યાએ સાથોસાથ સપ્તાહમાં માત્ર પાંચ દિવસ કામ કરવાની છૂટ આપવામાં આવે.

બીજી તરફ 9 બેંકના યુનિયનો જેમ આ ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર ક્ધફેડરેશન, ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસીએશન, નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર સહિતના વિવિધ યુનિયનોએ 27મીએ હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. એ વાતની પણ તાકીદ કરવામાં આવી છે કે સરકાર જો તેમની માંગ નહીં સ્વીકારે તો સમગ્ર ભારતભરમાંથી સાત લાખ બેન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે પરિણામે બેંકિંગ વ્યવહાર પણ ખોરવાઇ જશે. બેન્કિંગ કર્મચારીઓની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ રહેલી છે જેના ઉપર સરકાર દ્વારા હજુ સુધી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી અને પરિણામે તે તમામ કર્મચારીઓ જાણે રોષે ભરાયા હોય તેવુ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.