છેલ્લે ૨૦૧૨માં પગાર વધાર્યા બાદ હાલ માત્ર ૨ ટકા જ વધારો કરાતા કર્મચારીઓ લડી લેવાના મુડમાં.
બેન્ક કર્મીઓના પગારમાં માત્ર ૨ ટકા જ વધારો કરાયો હોવાથી તેનો વિરોધ કરવા ગુજરાત બેન્ક વર્કસ યુનિયન આજે રાજકોટનાં પરાબજાર સ્થિત બેંક ઓફ ઈન્ડિયા ખાતે આશ્ર્ચર્યજનક દેખાવો કરશે.
બેન્ક કર્મચારીઓનો પગાર છેલ્લે ૨૦૧૨નાં નવેમ્બર મહિનામાં વધારવામાં આવ્યો હતો. હાલ નવા પગાર વધારામાં માત્ર ૨ ટકા જ પગાર વધારો કરાતા કર્મચારીઓ રોષે ભરાયા છે.
૨ ટકાના પગાર વધારા સામે વિરોધ નોંધાવવા ગુજરાત બેન્ક વર્કસ યુનિયન આજરોજ રાજકોટમાં પરાબજાર સ્થિત બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે આશ્ર્ચર્યજનક દેખાવો અંગેનો કાર્યક્રમ આપશે. બેન્કનાં કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે ૧૫ મહિનામાં ૧૫ બેઠક યોજવા છતાં ઈન્ડિયન બેંક એસોસિએશન દ્વારા બેન્ક કર્મચારીઓના હિતમાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
કર્મચારીઓના જણાવ્યા મુજબ દર પાંચ વર્ષે બેન્ક કર્મચારીઓના પગાર વધારા માટે ૯ યુનિયનો અને ઈન્ડિયન બેંક એસોસિએશન વચ્ચે દ્વિપક્ષીય કરાર થતો હોય છે. જે અંતર્ગત કર્મચારીઓને પગાર વધારો મળતો હોય છે. છેલ્લે ૨૦૧૨નાં નવેમ્બર મહિનામાં કર્મચારીઓનો પગાર વધ્યો હતો.
હાલ નવા પગાર વધારામાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવતા કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઈન્ડિયન બેંક એસોસીએશનના જણાવ્યા મુજબ બેન્કોની આર્થિક સ્થિતિ બરોબર નથી અને નફો ઘટી રહ્યો છે. તેથી કર્મચારીઓના પગારમાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ સામે સંગઠને જણાવ્યું કે, દરેક બેન્ક ઓપરેટિંગ પ્રોફિટ કરે છે છતાં કર્મચારીઓને માત્ર ૨ ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,