સોસિયલ મીડિયા દ્વારા સમગ્ર મામલો બહાર આવતા ST તંત્ર લાગ્યું કામે

રોજ લાખો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. લગભગ રોજ 25 લાખ જેટલા મુસાફરો એસટી બસનો લાભ લે છે. તમે પણ એસટી બસમાં મુસાફરી  કરી જ હશે. એસટી બસમાં મુસાફરી કરતી વખતે કેટલીકવાર કોઈ વ્યક્તિને તમે લેપટોપ પર કામ કરતા પણ જોયા જ હશે. મોડાસાના બેંક કર્મચારી સાથે બની વિચિત્ર ઘટના, અંતોલી-અમદાવાદ ST બસમાં થયો વિચિત્ર અનુભવ, મોડાસાથી અમદાવાદ જતી બસમાં ચૂકવ્યું લેપટોપનું ભાડું. વાસ્તવમાં એસટી બસમાં લેપટોપનો ઉપયોગ કરવા બદલ મુસાફર પાસેથી 88 રૂપિયા ભાડું વસુલવામાં આવ્યું હતું. બે લેપટોપ વાપરવા 88 રૂપિયા લેખે વસુલાયું ભાડું, યુવકે સોશિયલ મિડિયા દ્વારા મામલો બહાર લાવવા પ્રયાસ કર્યો, સમગ્ર મામલે ST વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ

WhatsApp Image 2023 08 07 at 5.03.12 PM

આ અંગે મોડાસા ST બસ સ્ટેન્ડના ડેપો મેનેજર એચ.આર. પટેલના કહેવા મુજબ  તારીખ 5/08/2023ના રોજ અંતોલી-અમદાવાદ લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવેલી છે. તે બાબતે આમ તો નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની થતી હોતી નથી. પરંતુ ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે, તેની ટિકિટ આપવાની થતી હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા જે ફરિયાદ મળી છે તેનું રિફંડ કરવામાં આવશે અને ફરજ પર હાજર કંડક્ટરનું નિવેદન લેવાની કામગીરીશરૂ કરવામાં આવી છે. હાલ જેમની પાસેથી લેપટોપનું ભાડું વસુલવામાં આવ્યું છે, તેમનો અહીથી સંપર્ક કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.