આરબીઆઈ ગાઈલાઈન્સ વિરૂધ્ધ કામગીરી કરવા અંગે ગ્રાહક સુરક્ષા ફોરમનો મહત્વનો ચુકાદો
યાજ્ઞિક રોડ પર આવેલ એચડીએફસી બેન્ક દ્વારા ગ્રાહકને રદી થયેલી નોટ બદલવાનો ઇનકાર કરતા વકીલે કરેલી ફરિયાદમાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી ચલણી નોટ બદલી આપવા ગ્રાહક સુરક્ષા ફોરમનો મહત્વનો ચુકાદો આપ્યો છે.
રાજકોટમાં રહેતા અને વિકલાતનો વ્યવસાય કરતા હુસૈનભાઈ અબ્બાઝભાઈ ભારમલ યાજ્ઞીક રોડ પર આવેલી એચડીએફસી બેંકમાં 2કમ રૂ.2000 અને 100 ના દરની રીપ્લેસમેન્ટ કરવા માટે કેશીયર સમક્ષ નોટો રજુ કરેલી હતી. બાદ કેશીયરએ નોટ ચાલશે નહી તેમ કહીને પરત આપી દીધેલી. જે બાબતે ફરીયાદી હુસેન ભારમલ ત્યાં હાજર બ્રાંચ મેનેજર જીગર જોષી ને આરબીઆઈના ગાઈડલાઈન્સ નિયમો અંગે રજુઆત કરતા તેઓ દ્રારા અપમાનીત કરીને સિકયુરીટી ગાર્ડસ દ્રારા બહાર કાઢેલા હતા. જે અંગે આરબીઆઈ ચલણી નોટ બદલવા અંગે ગાઈડલાઈન્સ હેઠળ ફરીયાદ કરવામાં અવી છે.
જે અંગે બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરની હકીક્તો તેમજ પુરાવા લક્ષ લેતા તેમજ ફરીયાદી ધ્વારા કરવામાં આવેલ ફરીયાદની સમગ્ર હકીકતો લક્ષે લેતા ગ્રાહક સુરક્ષા ફોરમે ઠેરવવામાં આવેલ કે આરબીઆઈ ગાઈડલાઈન્સ પાલન ન કરવુ એ અયોગ્ય વેપાર નીતી રીતી સમાન છે . આરબીઆઈ ગાઈડલાઈન્સ મુજબ બેંક કોઈપણ વ્યકિતીને ચલણી નોટ કે સીકકા બદલી કરી આપવા ઈન્કાર કરી શકે નહી જેથી ફરીયાદીને સત્વરે નોટ બદલી આપવા હુકમ ફરમાવામાં આવેલો છે. ઉપરોક્ત કામમાં ફરીયાદી હુસૈનભાઈ અબ્બાઝભાઈ ભારમલ વતી રાજકોટના જાણીતા બાલાજી એસોસીએટસના એડ્વોકેટ શુભમ પી. દાવડા, મિહીર પી. દાવડા,સહદેવ દુધાગરા અને સહાયકમાં રોનક વેકરીયા રોકાયા હતા.