સાયબર ક્રાઇમના ભેજાબાજો દ્વારા થતી ઓન લાઇન છેતરપિંડીની ઘટના અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બેન્ક ખાતા સીઝ કરી રકમ પરત કરાવી શકે છે પરંતુ બેન્કના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને સાયબર ઠગ ગેંગની સાંઠગાંઠથી પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. મધ્યમ વર્ગની વ્યક્તિના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેનો ઉપયોગ સાયબર ભેજાભાજ દ્વારા કરી તેના બેન્ક એકાઉન્ટમાં ક્રિપ્ટો કરન્સીનું વિદેશમાં ટ્રાન્સફર કરી આપવું, એમસીએકસ અને ક્રિકેટ સટ્ટાના બે નંબરના ટ્રાન્જેકશનના હવાલા આવા ભાડે રાખેલા બેન્ક એકાઉન્ટની મદદથી સુલ્ટાવવામાં આવી રહ્યા છે.
સાયબર ભેજાબાજો દ્વારા મધ્યમ વર્ગની વ્યક્તિને સામાન્ય રકમની લાલચ દઇ બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડાના હવાલા પડાયા
ક્રિપ્ટો કરન્સીનું વિદેશમાં ટ્રાન્સફર, એમસીએકસ, ક્રિકેટ સટ્ટાના બે નંબરના ટ્રાન્જેકશનનો ભાડે રાખેલા એકાઉન્ટનો થતો દુર ઉપયોગ
સાયબર ક્રાઇમ પોલીસ આવા બેન્ક એકાઉન્ટ સીઝ કરે તે પહેલાં બેન્ક કર્મચારીઓની મદદથી ખાતામાંથી રકમ ઉપાડી જાય છે
તાજેતરમાં જ રાજકોટના લોઠડા ખાતેની નર્મદા અગરબત્તી નામનું બેન્ક એકાઉન્ટનો છેતરપિંડીથી મેળવેલી રકમ મેળવવામાં થતો હોવાનું અને આ બેન્ક એકાઉન્ટ રાજસ્થાનથી ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું છે. આવું જ અન્ય એક બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. મલેશિયાથી સાયબર ઠગ વિમાન દ્વારા ગુજરાતમાં આવી રાજકોટ અને જૂનાગઢના બેન્ક કર્મચારીની મદદથી બેન્ક એકાઉન્ટ ભાડે રાખી કરોડો રુપિયાના હવાલા સુલ્ટાવી લીધાનું સાયબર પોલીસના ધ્યાન પર આવતા બેન્કના સિનિયર મેનેજર અને બેન્કના સેલ્સ વિભાગના કર્મચારીની સંડોવણીની ચર્ચાએ ચકચાર જગાડી છે.
તાજેતરમાં જ ગાંધીનગર પોલીસે પાટણ જિલ્લાના ચાણસ્મા નજીક આવેલા વડાવલી ગામના સરફરાજ રફીક મલેક અને કલોલ પાસેના છત્રાલ ગામના મહંમદ ઇસ્માઇલ નિયમત અલી સૈયદને અલગ અલગ બેન્કની પાસ બુક, ચેકબુક, ડેબિટ કાર્ડ સાથે ઝડપી લેતા બંને શખ્સોના મોબાઇલની તપાસ દરમિયાન 200 જેટલી બેન્કના ખાતાની વિગતો બહાર આવી હતી. બંને શખ્સો બેન્ક ખાતા ભાડે રાખી મુંબઇના અલી નામના શખ્સને ઓપરેટ કરવા આપતા હોવાનું અને ભાડે રાખેલા બેન્ક એકાઉન્માં ક્રિપ્ટો કરન્શીના ટ્રાન્જેકશન થતા હોવાની વિગતો બહાર આવી હતી.
મલેશિયાના શખ્સોએ બેન્ક એકાઉન્ટ ભાડે રાખી કરોડોની ગેરરીતી આચરી હોવાની ફરિયાદ સંદર્ભે સાયબર કાઇમ અને એટીએસની તપાસમાં કેટલાક બેન્ક કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા સાથે તપાસ થઇ રહી છે ત્યારે
મલેશિયના ગઠિયાઓ ગુજરાતમાં આવીને તેના મળતીયાઓ સાથે મળીને ગરીબવર્ગના લોકોને રૂપિયાની લાલચ આપી તેમના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવે છે. બાદમાં આ ખાતામાં ગરીબની જાણ બહાર લાખો કરોડોના ટ્રાન્ઝેક્શનો કરાવી લે છે. બાદમાં પરત મલેશિયા જતા રહ્યા છે. જેમાં આરોપીઓ ગેમિંગના અને બ્લેકના રૂપિયા બીટકોઈન, ક્રિપ્ટો કરન્સી જેવા માધ્યમો દ્વારા ક્ધવર્ટ કરીને વિદેશમાં તેમના બેન્ક એકાઉન્ટમાં મેળવી લે છે. ત્યારે થોડાસમય અગાઉ આ મામલે એટીએસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે રાજકોટ અને જૂનાગઢમાંથી બે બેન્કકર્મી સહિત છ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. જેમાંમલેશિયા કનેક્શન સામે આવતા પોલીસે મલેશિયાના છ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે આ કેસમાં આગામી સમયમાં અનેક નવા ખુલાસા સામે આવી શકે છે.
દેશમાં સાયબર ગઠિયાઓ ગેમિંગ અને બ્લેકના રૂપિયા બેન્કમાં નખાવવા માટે બેન્ક એકાઉન્ટો ભાડે લેવાનો મોટો વેપલો કરે છે. ત્યારે આ અંગે એટીએસે થોડા સમય અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં હવે પોલીસે રાજકોટ અને જૂનાગઢમાંથી બે બેન્કકર્મી સહિત છ લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા. ત્યારે આ કેસમાં મલેશિયા કનેક્શન સામે આવતા પોલીસે મલેશિયામાં રહેતા છલોકોની સંડોવણી સામે આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે આરોપીઓ મલેશિયાથી ફ્લાઈટમાં આવીને ગુજરાતમાં તેમના સાગરીતોને મળીને એક બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરવાના રૂ. 3 થી 4 લાખ આપીને ગરીબોને રૂપિયાની લાલચ આપીને બેન્ક એકાઉન્ટો ખોલાવીને તેમની જાણ બહાર કરોડો લાખો રૂપિયાના ટ્રાન્જેક્શનો કરી લેતા હોય છે. જયારે બંને બેન્ક કર્મીઓ પૈકી એક સિનિયર મેનેજર છે અને એક સેલ્સ વિભાગનો છે. ત્યારે મહત્વનું છે કે આરોપીઓ ભેગા મળીને ગરીબવર્ગને ટાર્ગેટ કરતા હતા. તેમજ એક એકાઉન્ટના તેમણે રૂ. 20 થી 25 હજાર આપતા હતા. જ્યારે આ કેસમાં આગામી સમયમાંઅનેક બેન્કકમીઓનીસંડોવણી સામે આવી શકે છે અને અનેક ખુલાસા સામે આવી શકે છે.