- મહિધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાની SOGએ કરી ધરપકડ
- મહિલા બાંગ્લાદેશી એજન્ટને 15000 રૂપિયાની બાંગ્લાદેશી કરન્સી આપીને ઇન્ડિયામાં ગેરકાયદેસર પ્રવેશી હતી
- મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું
- મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા
મળતી માહિતી મુજબ, ગેર કાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની SOGએ ધરપકડ કરી હતી. આ દરમિયાન મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા. મહિધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી.
ત્યારબાદ તે અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી અને અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. આ દરમિયાન મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા. તેમજ મહિલા બાંગ્લાદેશી એજન્ટને 15000 રૂપિયાની બાંગ્લાદેશી કરન્સી આપીને ઇન્ડિયામાં ગેરકાયદેસર પ્રવેશી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય