૨૦૧૩માં બૌઘ્ધગયા માઁ થયેલા બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઇન્ડ મહંમદ જાહિદુલ ઇસ્લામ
બાંગ્દાદેશના આતંકી સંગઠન જમાત અલ માજાહિદ્દીન ના મહમ્મદ જાઉહુલ ઇસ્લામના ખુંખાર આતંકી બેગ્લોરથી ઝડપાયો છે. જે ભારતમાં બર્ડવાન વિસ્ફોટના વિસ્ફોટના મામલામાં સંડોવાયેલો હતો. એજન્સીએ આજે કહ્યું કે બિહારમાં બોધ ગયામાં બે બોમ્બ વિસ્ફોટમા આ આતંકી સંડોવાયેલો હતો.
જમાત- ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશનો મોહમ્મદ જાહાદુલ બાંગ્લાદેશનો મોહમ્મદ જાહિદુલ ઇસ્લામ ઉર્ફે કૌસરકલ એનઆઇએ ટીમ દ્વારા રામનગર પાસે પોતાના ભાડાના મકાનમાં રહેતો હતો. અને ત્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો.
આતંકીના ઘરની તપાસ કરતા કેટલાક વિસ્ફોટના નિશાન સાથે ઇલેકટ્રોનીક ઉપકરણો પણ મળી આવ્યા છે. ૩૮ વર્ષથીય ઇસ્લામ બોધ ગયા વિસ્ફોટક ઘટનાનો માસ્ટર માઇન્ડ હતો અને તેના નિદેશથી જ તેની નજીકના સાથીદારો મુસ્તફિઝુર રહમાન ઉર્ફે શાહિને ર૦ જાન્યુ.એ બોમ્બની વ્યવસ્થા અને સમગ્ર આયોજન કર્યુ હતું. જો કે ત્યારબાદ બોમ્બ નિષ્કીય કરી દીધો હતો.
સ્થાનીક પોલીસે કહ્યું કે આ આતંકી રામાનગરમાં તેની બે પત્નીઓ સાથે રહેતો હતો. બોધ ગયા ઘટના બાદ તે ઝારખંડમાં કયાંક છુપાયેલો હતો ત્યારબાદ રામાનગર આવ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે તે છેલ્લા બે મહીનાથી આ વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતો હતો. એનઆઇએ એ આઇપીસી અનુચ્છેદ અને ગેરકાયદે કાયદા અધિનિયમ અને વિસ્ફોટક અધિનિયમ મુજબ તેની સાથે પ્રાથમીક ફરીયાદ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે બોધ ગયાના વિશ્વ પ્રસિઘ્ધ બોઘ્ધા તીર્થસથાન પર સાત જુલાઇ ૨૦૧૩માં વિસ્ફોટો થયા હતા જેમાં કેટલાક ભિક્ષુકો ઘાયલ થયા હતા.