Abtak Media Google News
  • બાંગ્લાદેશીએ ગેરકાયદે ભારતમાં આવી હિન્દુ નામે બનાવ્યા બોગસ ડોક્યુમેન્ટ
  • 4 વર્ષે આ રીતે ખુલી પોલ

સુરત ન્યુઝ : સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષ અગાઉ આવેલા આ બાંગ્લાદેશી ભારતીય બોગસ ડોક્યુમેન્ટના આધારે 3 વર્ષ વિદેશમાં જઈ આવ્યો હતો. જો કે, આ ગેરકાયદે વસવાટનો ભાંડો ફૂટી જતાં કેવી રીતે ભારત આવ્યો તે સહિતની બાબતનો પર્દાફાશ થયો છે.

બોગસ ડોક્યુમેન્ટ મળ્યા

સુરતના ઉન વિસ્તારમાંથી મિનાર હેમાયેત સરદાર ઝડપાયો હતો. તેની પાસેથી બાંગ્લાદેશી જન્મદાખલો, શાળાનું પ્રવેશપત્ર, એલસી, બાંગ્લાદેશનું નેશનલ આઈકાર્ડ તથા હિન્દુ નામ શુવો સુનિલ દાસનું  પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલ.સી., આધારકાર્ડ, સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમીટ અસલ કાર્ડ, ભારતીય અસલ પાસપોર્ટ, મકાનનો ભાડા કરાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો.

દોહામાં 3 વર્ષ રહી આવ્યો

મિનાર હેમાયેત સરદાર મૂળ બાંગ્લાદેશનો વતની છે. તે વર્ષ 2020માં સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં બોનગાઉ ખાતેથી પ્રવેશી સુરત આવ્યો હતો. ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવુ હોવાથી પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિંદુ નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને પાસપોર્ટ મેળવ્યો હતો. બાદમાં 2021થી 2023 સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટીંગ કામની મજૂરી કામ કરી હતી. બાદમાં સુરત આવી અહિં બાંધકામની મજૂરીકામ કરતો હતો. ઘુસણખોરી સહિતના ગુનામાં પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.