- અગરતલામાં અને કોલકાતામાં રહેલા રાજદ્વારીઓને તાત્કાલિક પાછા બોલાવાયા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતમાંથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે બંગાળના રાજદ્વારીઓ બાંગ્લાદેશ પરત ફર્યા છે, જ્યારે ત્રિપુરાના સહાયક ઉચ્ચાયુક્ત પણ આજે ઢાકા પરત ફરે તેવી શક્યતા છે.
ત્રિપુરાના અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશન પર થયેલા હુમલા અને કોલકાતામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશે આ બે રાજદ્વારીઓને તાત્કાલિક ઢાકા પાછા બોલાવ્યા છે.
તાજેતરમાં ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશના રાજદ્વારી મિશનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેમ્પસમાં દારૂની ઘટનાના સંદર્ભમાં 4 પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ સમયે, બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા અને આ ઘટના સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશે પણ અગરતલામાં તેની કોન્સ્યુલર સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે બાંગ્લાદેશે ત્રિપુરાથી પોતાના રાજદ્વારીને પાછા બોલાવ્યા છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે બંગાળના રાજદ્વારીઓ બાંગ્લાદેશ પરત ફર્યા છે, જ્યારે ત્રિપુરાના સહાયક ઉચ્ચાયુક્ત પણ આજે ઢાકા પરત ફરે તેવી શક્યતા છે. કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યકારી ડેપ્યુટી હાઈ કમિશનર શિકદર મોહમ્મદ અશરફુર રહેમાન અને ત્રિપુરામાં આસિસ્ટન્ટ હાઈ કમિશનર આરિફુર રહેમાનને ગયા મંગળવારે તાત્કાલિક ધોરણે ઢાકા પાછા ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, સૂત્રોએ જણાવ્યું હતું.બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી સમુદાયની સલામતીના પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે અલ્પસંખ્યક અધિકારો માટે અવાજ ઉઠાવનાર અગ્રણી ઇસ્કોનના પાદરી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ તણાવ વધુ વધ્યો હતો. બીએનપી નેતા રિઝવીએ તાજેતરમાં ત્રિપુરાની રાજધાની સ્થિત બાંગ્લાદેશના સહાયક હાઈ કમિશનમાં કથિત તોડફોડ અને બાંગ્લાદેશના ધ્વજના અપમાનની નિંદા કરીને ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરોધ દરમિયાન રિઝવીએ જાહેરમાં તેની પત્નીની ભારતીય સાડી સળગાવી દીધી અને લોકોને ભારતમાંથી આવતી વસ્તુઓ ન ખરીદવા કહ્યું. રિઝવીએ કહ્યું કે જેમણે અમારો રાષ્ટ્રધ્વજ ફાડી નાખ્યો છે તેમનો કોઈ સામાન અમે લઈશું નહીં.
- કોઈપણ જાતની તપાસ વગર પાકિસ્તાનીઓ બાંગ્લાદેશ જઈ શકશે
- નિષ્ણાંતોએ આ નિર્ણયને પાકિસ્તાન-બાંગ્લાદેશ સંબંધો સુધરવાના સંકેત ગણાવ્યો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવની સ્થિતી યથાવત છે. ત્યારે બાંગ્લાદેશ દ્વારા પાકીસ્તાનના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. જેમાં પાકિસ્તાનીઓને હવે કોઈ પણ સુરક્ષા તપાસ વગર બાંગ્લાદેશ જવા માટે મંજૂરી આપવામાં આવી છે.ગૃહ મંત્રાલયના સુરક્ષા સેવા વિભાગ (જજઉ) દ્વારા વિદેશી બાબતોના મંત્રાલયને જણાવવામાં આવ્યું હતું કે વચગાળાની સરકારે વિઝા માટે અરજી કરતા પહેલા પાકિસ્તાની નાગરિકોની સુરક્ષા અંગેની તપાસ કરવાની જરૂરિયાત દૂર કરી છે. જો કે સરકારે આ નિર્ણય પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
2019 થી, પાકિસ્તાની નાગરિકોને બાંગ્લાદેશી વિઝા આપતા પહેલા એસએસડી તરફથી “નો ઓબ્જેક્શન” નું પ્રમાણપત્ર મેળવવાની જરૂર હતી. મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર હેઠળ આ નિર્ણય પાકિસ્તાન-બાંગ્લાદેશ સંબંધો સુધરવાના સંકેત જોવામાં આવી રહ્યો છે. સરકારે નવેમ્બરમાં કરાચીથી ચટગાંવ સુધી સીધા માલવાહક જહાજની અવરજવરને મંજૂરી આપી હતી. જેને માંડ એક મહિના થયો ત્યાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 3 ડિસેમ્બરના રોજ, બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈ કમિશનર સૈયદ અહમદ મરૂફે બીએનપીના બેગમ ખાલિદા ઝિયા સાથે તેમના ઘરે મુલાકાત લીધી હતી.