નાગરિકતાના નવા કાયદામાં ફેરફારનો સંકેત આપતા અમિત શાહ
દેશને આઝાદીકાળથી પીડતી અનેક સમસ્યાઓને કૂનેહપૂર્વક ઉકેલવા કેન્દ્રની મોદી સરકારે કમર કસી છે. જેના ભાગરૂપે બંધારણની કલમ ૩૭૦, ત્રિપલ તલ્લાક વગેરેની હટાવવા ઉપરાંત ઘુસણખોરોની સમસ્યાથી પીડાતા આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરનો અમલ કરાવ્યો હતો. જે બાદ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ નાગરીક શરણાર્થીઓને નાગરીકતા આપવા તાજેતરમાં નાગરિકતા સુધારા કાયદાનો અમલ કરવામાં આવ્યો છે. આ નાગરીકતા સુધારા કાયદા સામે આસામ પશ્ર્ચિમ બંગાળ સહિતના ઉત્તર પૂર્વ રાજયોમાં હિંસક તોફાનો થઈ રહ્યા છે.અને તોફાનની આગ હવે અલીગઢ અને દિલ્હી સુધી પહોચી છે. આ વિવાદ ભારે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે બાંગ્લાદેશના વિદેશમંત્રીએ એક મહ્ત્વપૂર્ણ નિવેદન કરીને ભારતમાં વસતા ઘુસણખોર બાંગ્લાદેશષીઓને પરત સ્વીકારવાની તૈયારી દર્શાવી છે જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરીકતાના નવા કાયદા સામે ભારે વિરોધનને જોતા તેમાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને ગઈકાલે ઢાંકામા જણાવ્યું હતુ કે તેમના દેશે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકોની યાદી આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે જો ભારત યાદી આપશે તો તે નાગરીકોને પાછા ફરવાની છૂટ આપવામાંઆવશે. ભારતની રાષ્ટ્રીય નાગરીક નોંધણી એનઆરસી અંગેના પ્રશ્ર્નના જવાબમાં મોમેને કહ્યું કે બાંગ્લાદેશ ભારત સંબંધો સામાન્ય અને એકદમ સારા છે. અને તેના પર કોઈ જ અસર નહી થાય.બાંગ્લાદેશના વિદેશ મંત્રી ગત સપ્તાહે એક ભારે શિડયુલ આપી ભારતની તેમની મુલાકાત રદ કરી હતી તેમણે વધુમાં કહ્યુંં હતુ એનઆરસી પ્રક્રિયાને ભારતની આંતરીક બાબત છે અને ઢાંકાને ખાતરી આપી છે કે તે બાંગ્લાદેશને અસર કરશે નહી.
મોમને વધુમાં કહ્યું હતુ કે કેટલાક ભારતીય નાગરીકો આર્થિક કારણોસર મધ્યસ્થી દ્વારા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી હ્યા છે. જો બાંગ્લાદેશના નાગરીકો સિવાય બીજુ કોઈ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે તો અમે તેને પરત મોકલીશું તેમને એવા અહેવાલો વિશે પૂછવામા આવ્યું હતુ કે કેટલાક લોકો ભારતની સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરીરહ્યા છે.
નાગરીકતા સુધારો કાયદા અંગે પૂર્વોત્તરના કેટલાક મુખ્ય પ્રધાનોની અપીલના રાજકીય હંગામી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમાં કેટલાક ફેરફાર કરવાની તૈયારી દર્શાવી છે ઝારખંડના ગિરિડીહમાં ચૂંટણી રેલી દરમિયાન શાહે કહ્યું કે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ મને કાયદામાં કેટલાક ફેરફાર કરવા કહ્યું છે મેં સંગમાને ક્રિસમસ પછી મળવા કહ્યું છે. અમે મેઘાલયના ઉકેલો શોધવા માટે રચનાત્મક રીતે વિચારી શકીએ છીએ કોઈએ ડરવાની જરૂર નથી.
આ અગાઉ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું હતુ કે તેઓ રાજયના લોકોના હકની સુરક્ષા માટે સમર્પિત છે. નાગરીકત્વ કાયદા અંગે શાહનું નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવે છે. પશ્ર્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છતીસગઢ એમ છ રાજયોમાં પહેલાથી જ સંકેત આપી દીધો છે કે તેઓ તેમના રાજયોમાં નાગરિકત્વ કાયદો લાગુ નહી કરે.
દરમિયાન ગિરિહીડ બાગમારા અને દેવઘર મત વિસ્તારોની ચૂંટણી જાહેર સભાઓમાં અમિત શાહે શનિવારે કોંગ્રેસ પર નાગરીકતા સુધારા કાયદા સામે હિંસા ભડકાવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યુહ અમે સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ લાવ્યા છીએ અને કોંગ્રેસ દુ:ખી થવા લાગી છે તેઓ તેની સામે હિંસા ભડકાવી રહી છે. શાહે પૂર્વોત્તરના લોકોને ખાતરી આપી હતી કે તેમની સંસ્કૃતિ, ભાષા, સામાજીક, ઓળખ અને રાજકીય હક અધિનિયમથી પ્રભાવિત નહી થાય. બીજેપી અધ્યક્ષે કહ્યુંં કેલ, ‘હું આસામ અને ઈશાનના અન્ય રાજયોના લોકોને ખાતરી આપવા માંગુ છું કે તેમની સંસ્કૃતિ, સામાજીક ઓળખ, ભાષા, રાજકીય અધિકારને સ્પર્શ કરવામાં નહ આવે. નરેન્દ્ર મોદી સરકાર તેમની સુરક્ષા કરશે.નાગરીકતા સુધારો કાયદા સામે અસમમાં છેલ્લા થોડા દિવસોથી સ્થિતિ તંગ છે.સંસદમાં ખરડાની રજૂઆત થઈ ત્યારથી ઉત્તર પૂર્વ સહિત અસમના વિવિધ વિસ્તારોમાં હિંસક વિરોધ શરૂ થયો છે.
દરમ્યાન પ.બંગાળમાં હિંસક વિરોધ તીવ્ર બની રહ્યો છે.મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ છતા પણ આગજની અને હિંસાની ઘટનાઓ અટકી નથી. રાજયના ચાર જિલ્લાઓમાં ખરાબ રીતે અસરગ્રસ્ત છે. બસો, ટ્રેનો, પોલીસ વાહનો અને રેલવે સ્ટેશનો વિરોધ કરનારાઓના નિશાન છે. પોલીસ તરફથી અનેક જગ્યાએ હિંસક અથડામણના અહેવાલો પણ મળી રહ્યા છે. હિંસક દેખાવોને કારણે ૨૮ થી વધુ લાંબા અંતરની ટ્રેનોને રદ કરવામા આવી છે. આ કાયદા સામે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ ગઈકાલે ઉગ્ર દેખાવો થયા હતા.