બાંગ્લાદેશના વિપક્ષી નેતા અને બે વાર વડાપ્રધાન રહી ચૂકેલા ઝિયાનો જીવ જોખમમાં હોવાનું તબીબોએ જણાવ્યું છે. તેમણે તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે જેના માટે વિદેશ પ્રવાસની જરૂરિયાત છે પરંતુ ઝીયાને દેશ છોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
78 વર્ષીય ખાલિદા ઝિયા બે વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન છે જે મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના વડા છે અને 2020માં 17 વર્ષની જેલની સજામાંથી મુક્ત થયા પછી અસરકારક રીતે નજરકેદ હેઠળ છે.
લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જર્મની જવાની અરજ ફગાવતી બાંગ્લાદેશી સરકાર
ઝિયા લીવર સિરોસિસ, ડાયાબિટીસ અને હૃદયની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમના પરીવાર દ્વારા લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જર્મની જવા દેવાની કુટુંબની વિનંતીને વડા પ્રધાન શેખ હસીનાની સરકારે ગયા અઠવાડિયે નામંજૂર કરી દીધી છે.
છેલ્લા બે મહિનાથી બાંગ્લાદેશની રાજધાનીની ટોચની ખાનગી હોસ્પિટલમાં ખાલિદા ઝિયાની સારવાર કરનારા 17 ડૉક્ટરોની પેનલે તેમના પરિવારને સમર્થન આપતાં કહ્યું હતું કે તેમની હાલત બગડી રહી છે.