ભારતના સૌથી નજીકના પડોશી અને મિત્ર રાષ્ટ્ર તરીકે ભારત નો સૌથી વધુ વેપાર વ્યવહાર અને રાજદ્વારી સહકાર ધરાવતા બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીના ના રાજીનામા બાદ ઊભી થયેલી રાજદ્વારી સ્થિતિ અને સમગ્ર પરિસ્થિતિ ભારત માટે મોટો પડકાર બનીને સામે આવી છે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના નાટક બાદ ભારતની રણનીતિ પર વિશ્વની મીટ મંડાયેલી છે.
શેખ હસીના એ વડાપ્રધાન પદે થી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનકાળને વિદેશનીતિ માં બાંગ્લાદેશ સૌથી મોટો પડકાર બનીને સામે આવ્યો છે.
બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રમુખ મહંમદ શાહબુદ્દીને જણાવ્યું હતું કે દેશમાં અત્યારની પરિસ્થિતિને લઈને જેલમાંથી દેખાવકારો સાથે સાથે વિપક્ષ નેતા ખાલિદા જીયાને જેલ મુક્તિના આદેશો આપી દીધા છે બીજી તરફ બંગલા દેશના સેના અધ્યક્ષ વકાર જમાને દેશમાં વચગાળાની સરકાર ટૂંક સમયમાં જ રચવાની જાહેરાત કરી છે, નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મહંમદ યુનુસ ને વચગાળા સરકારના સુકાની તરીકે પદનિયુક્ત કરવાની રાજકીય ગતિ ઉદ્યોગ વચ્ચે ભારત પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના દસ વર્ષના શાસનકાળ અને ખાસ કરીને પાડોશી દેશ સાથેના સંબંધોની વિદેશ નીતિમાં બંગલા દેશને સૌથી નજીકના મિત્ર રાષ્ટ્ર તરીકે સાચવીને વિકાસ માટે ભારતની મહેનત અને મોટી રકમના મૂડી રોકાણને લઈને બાંગ્લાદેશની રાજકીય અરાજકતા ની પરિસ્થિતિ ભારત માટે અસર કરતા સાબિત થશે.
શેખ હસીના ને ભારતમાં રાજ્યશ્રય આપવા ના નિર્ણય પણ સરકાર માટે પડકારરૂપ સાબિત થશે વિદેશનીતિના માહેર જયશંકરે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં વસતા ભારતીયોને મોટાભાગના વિદ્યાર્થીઓની સલામતી માટે બાંગ્લાદેશના સેના અધ્યક્ષ સાથે વાતચીત ચાલુ છે.
પાંચ ઓગસ્ટે બાંગ્લાદેશમાં રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ હતી બાંગ્લાદેશની પરિસ્થિતિ પાછળ પાકિસ્તાન અને ચાઇના નો હાથ હોવાનું ચર્ચા રહ્યું છે ત્યારે ભારત માટે એક એક ડગલું સાવચેતી ભર્યું હોવું જોઈએ અત્યારે બાંગ્લાદેશમાં આઈએસઆઈ સમર્થક અને જમા તે ઈસ્લામી જેવા કટરવાદી સંગઠનો સરકાર રચવા માટે સક્રિય બની ગયા છે.
ભારત રાજદ્વારી અને માનવતાની રીતે બંગાળમાં પૂર્ણ શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નશીલ છે, ત્યારે વડાપ્રધાન શેખ હસીના ના રાજીનામા ઊભી થયેલી પરિસ્થિતિને લઈને ભારત ચાંપતી નજર રાખી રહી છે ભારતના સરક્ષણ સુત્રો બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી રહ્યા છે બાંગ્લાદેશમાં રહેતા ભારતીય અને વિદ્યાર્થીઓ ને સલામત રીતે સ્વદેશ લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ભારતીય બીજા કચેરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે અત્યારની સ્થિતિને લઈને વિશ્વભર ના રાજદ્વારી ક્ષેત્રે ભારત પર મીટ મંડાયેલી છે ત્યારે દસ વર્ષના મોદી શાસનના વિદેશ નીતિ માટે બાંગ્લાદેશ મોટો પડકાર બની રહ્યું છે આ પરિસ્થિતિને સાંગો પાંગ ઉકેલવા માટે સરકાર ગંભીર પણ આગળ વધી રહી છે.