Bangladesh: ભારે હિંસા અને અરાજકતા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ દેશ છોડ્યો હોવાના અહેવાલો છે. બાંગ્લાદેશના એક અખબારે સમાચાર આપ્યા હતા કે, શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટરમાં ભારતમાં આયશો લેવા માટે રવાના થાય હતા. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે સેનાએ દેશની કમાન સંભાળી લીધી છે. શેખ હસીનાએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન છોડી દીધું છે. ત્યારે સમગ્ર મામલે બાંગ્લાદેશના કાયદા મંત્રી અનીસુલ હકે કહ્યું, ‘તમે જુઓ કે કેવી સ્થિતિ સર્જાય છે. અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મને ખબર પણ નથી કે શું થશે.
બદમાશોએ નિવાસસ્થાન પર કર્યો કબજો
બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે બદમાશોએ તેના નિવાસસ્થાન પર કબજો કરી લીધો છે. ભારે તોડફોડ કરવામાં આવી છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે તે ભારત માટે થઈ હતી, જ્યારે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે પીએમ વિશે કોઈ સમાચાર નથી. સ્થાનિક અખબાર પ્રથમો ડેલીએ લખ્યું છે કે શેખ હસીના તેની નાની બહેન રેહાના સાથે હેલિકોપ્ટરમાં નીકળી હતી. તે ભારતમાં ક્યાંક શરણ લેવા જઈ રહી છે. આજે પોતે બપોરે 3 વાગે ઘરેથી નીકળી હતી. ડેઈલી સ્ટારે પણ આવો જ અહેવાલ આપ્યો છે. આ દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ ઢાકા તરફ કૂચ કરી હતી. હવે આ લોકો રાજધાની પહોંચી રહ્યા છે. ઢાકામાં પહેલાથી જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે.
આર્મી ચીફે સમગ્ર મામલે પાકિસ્તાની એજન્સી ISIને ગણાવી જવાબદાર:
બાંગ્લાદેશી આર્મી જનરલ વકાર-ઉઝ-ઝમાને તેમના ટેલિવિઝન સંબોધનમાં આ હિંસા માટે પાકિસ્તાની એજન્સી ISIને જવાબદાર ગણાવી છે. બાંગ્લાદેશમાં આ સમગ્ર વિવાદ 1971ની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારાઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં અનામત અને પ્રવેશ સામે વિરોધ સાથે શરૂ થયો હતો. આ હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. શેખ હસીના સરકારે આંદોલનને કચડી નાખવા માટે સેના તૈનાત કરી હતી, જેનાથી વિવાદ વધુ વકર્યો હતો. હસીનાને ભારત તરફી માનવામાં આવે છે.
સેના અંતિમ સરકાર બનાવવા જઈ રહી છે:
આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે સત્તાનું ટ્રાન્સફર ચાલી રહ્યું છે. વચગાળાની સરકાર રચાશે. તમામ હત્યાઓની તપાસ કરવામાં આવશે. જનતાએ સેના પર વિશ્વાસ રાખવો પડશે. આ સાથે તેમણે જનતાને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી. તેમણે જનતાને અપીલ કરી કે, ‘તમે અમારા પર વિશ્વાસ કરો. સાથે મળીને કામ કરશે. મદદ કરો. લડાઈ કરીને કંઈ નહીં મળે. સંઘર્ષ ટાળો. આપણે સાથે મળીને એક સુંદર દેશ બનાવીશું.