બાંગ્લાદેશમાં રમાયેલી ઢાકા પ્રીમિયર લીગમાં સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શાકિબે કરેલી LBWની અપીલ પર અમ્પાયરએ નોટઆઉટ આપ્યો હતો. અમ્પાયરના આ ફેંસલા વિરુદ્ધ જેઇ શાકિબે ગેરવર્તણૂક કરી હતી. શાકિબનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. અને ચાહકો દ્વારા તેને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય કે, શાકિબે મુશફિકુર સામે LBWની અપીલ કરી. અને જ્યારે અમ્પાયર નોટઓઉટ આપ્યો ત્યારે તે પહેલા સ્ટમ્પને લાત મારીને પછી અમ્પાયર સાથે ઝઘડો કરવા લાગ્યો. શાકિબનું આ વર્તન જોઇને તેના સાથી ખેલાડીઓ પણ ઘણા આશ્ચર્યચકિત થયા.

મેચની છઠ્ઠી ઓવર દરમિયાન શાકિબે પોતાના ગુસ્સા પર કાબુના મેળવી શક્યો. અને જ્યારે અમ્પાયરે કવર માટે બોલાવ્યો ત્યારે ત્રણેય સ્ટમ્પ્સને ઉથલાવી નાખ્યાં. શાકિબનો આ ગેરવ્યવહાર પર ઢાકા પ્રીમિયર લીગની ચાર મેચ રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

2017માં, શાકિબને ફીલ્ડ અમ્પાયરના દુરૂપયોગ માટે એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે, 2019માં, બાંગ્લાદેશના ઓલરાઉન્ડરને ICC દ્વારા ત્રણ કેસમાં બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં તેને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.