સાકીબના  ઓલરાઉન્ડ પ્રદર્શનથી બાંગ્લાદેશે પપુઆ ન્યુ ગીની ટીમને માત આપી

ઓમાન ને આઠ વિકેટે માત આપી સ્કોટલેન્ડની ટીમ વિજય હાંસલ કર્યો

શાકિબ અલ હસનના ઓલરાઉન્ડર દેખાવને સહારે બાંગ્લાદેશે પાપુઆ ન્યુ ગિનીને ૮૪ રનથી હરાવીને ટી-૨૦ વર્લ્ડ કપના સુપર-૧૨માં પ્રવેશ મેળવ્યો હતો. શાકિબે આક્રમક બેટીંગ કરતાં ૪૬ રન ફટકાર્યા હતા. જે પછી માત્ર ૯ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જીતવા માટેના ૧૮૨ના ટાર્ગેટ સામે પાપુઆ ન્યુ ગિનીની ટીમ ૧૯.૩ ઓવરમાં ૯૭ રનમાં જ ખખડી ગઈ હતી. વિકેટકિપર કિપ્લીન ડોરિગાએ ૩૪ બોલમાં અણનમ ૪૬ રન નોંધાવ્યા હતા.

જવાબમાં પાપુઆ ન્યુ ગિનીનો ધબડકો થયો હતો અને તેઓએ માત્ર ૨૯ રનમાં સાત વિકેટ ગુમાવી હતી. કિપ્લિન ડોરિગાએ ૩૪ બોલમાં  બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૪૬ રન કર્યા હતા. જ્યારે અન્ય કોઈ ટીમના ખેલાડીઓ બે આંકડામાં સ્કોર કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને બાંગ્લાદેશના  શાકિબે ચાર અને સૈફુદ્દિન-તસ્કીને ૨-૨ વિકેટ ઝડપી હતી.

બીજા મેચમાં સ્કોટલેન્ડની ટીમે ઓમાનને આઠ વિકેટે પરાજય આપી સુપર બારમા પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે પરિણામે ઓમાન  અને પપુઆ ન્યુ ગીની ટીમ વિશ્વ કપ માંથી બહાર થઇ ગઇ છે . સ્કોટલેન્ડ પ્રથમ બોલિંગ કરતા ઓમાનને 122 ના ઓછા લક્ષ્યાંકમાં ઓલ આઉટ કરી દીધું હતું જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે માત્ર ૧૭ ઓવરના અંતે જ 123 રનનો લક્ષ્યાંક પાર કરી સુપર બારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

સ્કોટલેન્ડ તરફથી ટીમના સુકાની કોઈટઝારેસર્વાધિક 41 રન નોંધાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ સ્કોટલેન્ડ ટીમના બોલરોએ પોતાનું ઝળહળતુ પ્રદર્શન કરી વિપક્ષી તેમને ટૂર્નામેન્ટની બહાર ફેંકી હતી.

પાપુના ન્યૂ ગિની માટે, જે પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર હતા, આ મેચ માત્ર સન્માનનો સવાલ હતો. જ્યારે બાંગ્લાદેશ માટે સુપર-૧૨ માં સ્થાન દાવ પર હતું. પરંતુ બાંગ્લાદેશે પહેલી જ ઓવરમાં ઓપનર મોહમ્મદ નઇમની વિકેટ ગુમાવી હતી. ટીમને બીજા ઓપનર લિટન દાસ અને અનુભવી ઓલરાઉન્ડર શાકિબે પારી સંભાળી હતી. બંને વચ્ચે ૫૦ રનની ભાગીદારી થઇ હતી. શાકિબના ઓલરાઉન્ડર પ્રદર્શનથી બાંગ્લાદેશે પીએનજીને હરાવી ક્વોલિફાયર રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.

સ્કોટલેન્ડની ટીમે ઓમાનને આઠ વિકેટે હરાવીને ક્વોલિફાયર રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સ્કોટલેન્ડ ભારતના ગ્રુપમાં ક્વોલિફાયર થયું છે. જેથી હોવી સ્કોટલેન્ડ ભારત, પાકિસ્તાન જેવી ધમખર ટીમો સાથે ટકરાશે. સ્કોટલેન્ડના  બેટ્સમેનોએ સરળ સ્કોરનો પીછો કરતા ધ્યાન પૂર્વક શરૂઆત કરી હતી. સ્કોટિશ કપ્તાન કાયલ કોએત્ઝરના ૪૧ રન ઝડપી બન્યા. ઇનિંગ્સના આધારે જીત મેળવી. સ્કોટલેન્ડની જીતથી બાંગ્લાદેશ ગ્રુપમાં બીજા સ્થાને સરકી ગયું હતુ અને સુપર-૧૨ માં ગ્રુપ એ માં આગળ વધ્યું હતુ. જ્યાં તેનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.