ભારતને 254 રનની મહત્વ પૂર્ણ લીડ: બાંગ્લાદેશને ફોલોઓન આપવાના બદલે ટીમ ઇન્ડિયા દાવમાં ઉતરી

ભારત સામેના પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલ આઉટ થઇ જતા ટીમ ઇન્ડિયાને 254 રનની મહત્વપૂર્ણ લીડ પ્રાપ્ત થવા પામી છે. કુલદીપ યાદવે પાંચ વિકેટો ખેડવી છે.

પ્રથમ ટેસ્ટમાં ભારતના સુકાની કે.એલ. રાહુલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્ર્વર પુજારા, શ્રેયાંશ ઐય્યર અને રવિચંન્દ્રરન અશ્ર્વિનની અડધી સદીની મદદથી ભારતે 404 રનનો તોતીંગ જુમલો ખડકયો હતો. જેના જવાબમાં ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશની ટીમે 138 રનમાં આઠ વિકેટો ગુમાવી હતી. ભારતે બીજા દિવસે જ ટેસ્ટ પર મજબૂત પકકડ મેળવી લીધી હતી.

ભારત વતી કુલદીપ  યાદવે માત્ર 40 રન આપી પાંચ વિકેટો ખેડવી હતી.  જયારે મહમદ સિરાજે ર0 રન આપી બાંગ્લાદેશની ત્રણ મહત્વપૂર્ણ વિકેટો ખેડવી હતી. પ્રથમ દાવના આધારે ભારતને 254 રનની તોતીંગ લીડ મળી છે. સુકાની રાહુલે બાંગ્લાદેશની ટીમને ફોલોઓન આપવાના બદલે બીજો દાવ લેવાનું નકકી કર્યુ હતું. આજે પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ છે.

ભારત પાસે તોતીંગ લીડ પણ છે આવામાં પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાની જીત ફાઇનલ માનવામાં આવી રહી છુે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયન શીપના ફાઇનલમાં પહોચવા માટે ભારતે બાંગ્લાદેશ સામેની બન્ને ટેસ્ટ જીતવી જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.