ભારતમાં સૌથી અઘરી નોકરી હોય તો તે પોલીસની છે અને તેમાં પણ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવવું સૌથી અઘરું હોય છે. આવામાં ઘણા એવા પોલીસકર્મી પોતાની ફરજ ચુકતા નથી અને પૂરી નિષ્ઠાથી પોતાનું કાર્ય કરે છે. આવો જ એક કિસ્સો કરનાતકની રાજધાની બેંગલુરુમાં જોવા મળ્યો છે. જ્યાં એક ટ્રાફિક પોલીસ કર્મચારી રાષ્ટ્રપતિનાં કાફલાની પહેલાં એમ્બુલન્સને પસાર થવા દીધી હતી.
પોલીસ કર્મચારીએ લોકોના દિલ જીત્યા.
બેંગલુરુ ટ્રાફિક પોલીસમાં સબ-ઈન્સ્પેકટર એમ.એલ.નિજાલિંગપ્પા શહેરના ટ્રિનિટી સર્કલ પર ફરજ બજાવે છે. 17 જૂનનાં રોજ પણ તેઓ ટ્રિનિટી સર્કલ પરથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાફલો પસાર થવાનો હતો તેને ધ્યાનમાં રાખી ટ્રાફિક શૂરક્ષામાં હતા અને રોડ રસ્તા પર ટ્રાફિક બંધ કરાવ્યો હતો. જો કે રાષ્ટ્રપતિનો કાફલો પસાર થાય તે પહેલાં જ ત્યાં એક એમ્બુલન્સ આવી પહોંચી હતી ત્યારે સબ ઈન્સ્પેકટર નિજાલિંગપ્પાએ રાષ્ટ્રપતિનાં કાફલાની પહેલાં એમ્બુલન્સને પસાર થવા દઈને દર્દીનો જીવ બચાવ્યો હતો. પ્રણવ મુખરજીનો કાફલો રાજભવન તરફ જઈ રહ્યો હતો ત્યારે નિજાલિંગપ્પાએ HAL હોસ્પિટલ નજીક એક એમ્બુલન્સને પોતાનો માર્ગ બનાવવાનો પ્રયાસ કરતી હતી. સબ ઇન્સ્પેક્ટરે તેના સહાયકને બેંગલુરુના ભારે ટ્રાફિકવાળા રોડ પરથી પણ એમ્બુલન્સને પસાર થવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મદદ કરવાનું કહ્યું. રાષ્ટ્રપતિ ગ્રીન લાઇનના ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા. બેંગલુરુ પોલીસે તેમને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. બેંગલુરુ પોલીસ કમિશ્નર પ્રવીણ સુદે ટ્વિટ કર્યું કે પોલીસ કર્મચારી આ પ્રકારની પહેલની પુરસ્કૃત કરવામાં આવશે. વેલ ડન.