પોલીસના સ્વાંગમાં વાહન ચેકિંગના બહાને આંગડીયા પેઢીની તૂફાન જીપ અટકાવી લૂંટ ચલાવી બે કારમાં ભાગેલા સાતેય લૂંટારા ગણતરીની કલાકોમાં ઝડપાયા
સોનગઢ તાબેના ઇશ્વરીયા ગામના પાટીયા પાસેથી આંગડીયા પેઢીના કર્મચારીને લુંટી નાસી છુટેલ સાત શખ્સોને ગણતરીની કલાકમાં ઝડપી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલ તા. ૧૦/૦૭/૨૦૧૯ ના રોજ જુદી જુદી આંગડીયા પેઢીના કર્મચારીઓ આંગડીયાનો માલ લઇને તુફાન ગાડીમાં ભાવનગર થી ઢસા-રાજકોટ જતા હતા અને રાત્રીના સવા દશેક વાગ્યે સોનગઢ તાબેના ઇશ્વરીયા ગામના પાટીયા પાસે ચાર જેટલા ઇસમો પોલીસ ચેકિંગના નામે આંગળીયા કર્મચારીઓ તુફાન ગાડી ઉભી રખાવી આંગળીયા કર્મચારીઓને તેના થેલા સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી તેઓ પાસે રહેલ લાલ કલરની ટોયટા ઇટીયોસ કાર રજી. નંબર જીજે૧સીવાય-૧૫૬૩ માં ચારેક આંગડીયા કર્મચારીઓને બેસાડી તેમાથી ત્રણ કર્મચારીઓને કારમાંથી ત્યાજ ઉતારી આર. મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી મનુભાઇ રામાભાઇ પટેલને કારમાં બેસાડી દેતા તેઓ પણ કારમાંથી ઉતરવા જતા તેઓને લાકડીના ઘુસા મારી કારમાંથી ઉતારી ફરિયાદી પાસે રહેલ થેલો લઇ ઇટીયોસ કાર લઇ નાસી છુટેલ ત્યારબાદ મનુભાઈ જે તુફાન ગાડીમાં જતા હતા તે ગાડી પાછળ આવતા ફરિયાદી તેમા બેસી થેલો લઇ ભાગેલ કારનો પીછો કરતા આરોપીઓની ઇટીયોસ કાર ઇશ્ર્વરીયા ગામ પાસે થોડે દુર મેલડીમાના મંદિર પાસે વળાંકમાં કાર મંદિર સાથે ભટાકાતા પાંચેય જણા કારમાંથી ઉતરી ફરિયાદીનો થેલો લઇને નાસવા જતા ફરિયાદી તથા તેની સાથેના માણસો તેનો પીછો કરતા થેલો મુકીને રાત્રીના અંધારામાં ખેતરોમાં નાશી ગયેલ અને ફરિયાદીને તેનો મુદ્દામાલ ભરેલ થેલો સહી સલામત પરત મળી ગયેલ અને બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી ગયેલ આ બાબતે મનુભાઇ રામાભાઇ પટેલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા ભાવનગર પોલીસને સુચના કરતા ભાવનગર જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી તાત્કાલીક બનાવ સ્થળે પહોચેલી અને બનાવની વિગતો મેળવી નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા સોનગઢ તથા ઉમરાળા પોલીસની ની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ.
પોલીસ જુદી-જુદી ટીમો બનાવી બનાવ બાબતે માહિતી મેળવવાના પ્રયત્નો હાથ ધરી અને મનુભાઈ પાસેથી મળેલી હકિકત આધારે ટોયટા ઇટયોસ કાર રજી. નંબર જીજે૧સીવાય-૧૫૬૩ તથા તેના એન્જીન, ચેચીસ નંબર આધારે માલીકની વિગત મેળવી તથા ટેકનીકલ સોર્સ આધારે ગુન્હામાં સંડોવાયેલા હારૂનભાઇ ફતેમહંમદ થૈબા/સંધી ઉ.વ.૪૫ રહે. રાજગઢી નગીના મસ્જીદની સામે તા. રાધનપુર જી. પાટણ, અલ્પેશભાઇ વિનુભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે. ફીચોડ તા. ઇડર જી. સાબરકાંઠા, મુકેશભાઇ ચીમનભાઇ પટેલ ઉ.વ.૨૯ રહે. અમદાવાડ હીરાવાડી આશીર્વાદ ટેનામેન્ટની બાજુમાં ઈ/૧ મુળ ફીચોડ, મથુરભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૯ રહે. સરદાર ચોક આશીર્વાદ ટેનામેન્ટ અમદાવાદ મુળ ફોડમ તા. ઇડર, અમરસંગ માવજીભાઇ પરમાર ઉ.વ. ૫૭ રહે. ઢાંકણકુંડા તા. શિહોર જી. ભાવનગર, અબ્દુલ્લા સુલેહમાન મરેડીયા ઉ.વ.૩૬ રહે. ભાગળ તા. જી. પાલનપુ, ફરહાનભાઇ રૂકમાનભાઇ કડીવાલા ઉ.વ.૩૩ રહે. ભાગળ તા. જી. પાલનપુર વાળાઓને જેમા હારૂનને આટકોટ ચોકડી ખાતેથી અન્ય ચારને ઢાંકણકુંડા ગામે અમરસંગના ઘરેથી તથા અબ્દુલાને અમદાવાદ ખાતેથી દબોચી સોનગઢ પોલીસ સ્ટેશન લાવી જરૂરી કાર્યવાહી/પુછપરછ કરી છે. ગુન્હામાં વાપરેલ ટોયટો ઇટીયોસ રજી. નંબર જીજે૧સીવાય-૧૫૬૩ કિ.રૂ. ૨૫૦૦૦૦/- તથા મારૂતી સ્વીફટ કાર નં. જીજે૧૩એનએન-૯૦૬૦ કિ.રૂ. ૧૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ. ૧૨૫૦૦/- ના કબ્જે કર્યા છે.
પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એસ.એમ.રાણા તથા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એચ.આર.પઢીયાર તથા એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ તથા સોનગઢ તથા ઉમરાળા પોલીસ ધરપકડ કરી છે.